BREAKING NEWS

રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ભીષણ: રશિયાના ઊર્જા અને પોર્ટ પર હુમલા, તો યુક્રેને રોસ્ટોવમાં ડ્રોન ફેસિલિટીઝને બનાવી નિશાન

  • November 14, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. શુક્રવારે બંને દેશો દ્વારા જારી કરાયેલા અહેવાલો મુજબ, રશિયાએ યુક્રેનની ઊર્જા, બંદર (પોર્ટ) અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ડ્રોનથી ભીષણ હુમલા કર્યા છે, જ્યારે તેના જવાબમાં યુક્રેને પણ રશિયાની ડ્રોન સુવિધાઓ પર પ્રહાર કર્યા છે.


રશિયાના રક્ષણ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહમાં રશિયાએ યુક્રેનના લશ્કરી સાહસો, લોજિસ્ટિક્સ હબ અને ઊર્જા સુવિધાઓ પર બે મોટા પાયે હુમલા અને 12 ક્લસ્ટર હુમલા કર્યા છે. મંત્રાલયના દાવા મુજબ, રશિયાએ શસ્ત્રોની હેરાફેરી કરતા યુક્રેનના 15 ડ્રાય કાર્ગો જહાજોને પણ નિશાન બનાવ્યા હતા. આ ઉપરાંત, છેલ્લા ચોવીસ કલાકમાં રશિયન સૈનિકોએ ખારકીવ અને સુમી પ્રદેશમાં બે વસાહતો પર નિયંત્રણ મેળવી લીધું છે.


​​​​​​​બીજી બાજુ, યુક્રેનની સશસ્ત્ર સેનાના જનરલ સ્ટાફે શુક્રવારે જણાવ્યું હતું કે યુક્રેનની નૌકાદળે વહેલી સવારે R-360 નેપ્ચ્યુન મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરીને રશિયાના રોસ્ટોવ-ઓન-ડોન (Rostov-on-Don) સ્થિત ત્રણ ડ્રોન સુવિધાઓને સફળતાપૂર્વક નિશાન બનાવી હતી. જનરલ સ્ટાફે એમ પણ ઉમેર્યું હતું કે છેલ્લા એક દિવસમાં ફ્રન્ટલાઈન વિસ્તારમાં 175 સૈનિક અથડામણો થઈ હતી, જેમાં યુક્રેનની એરફોર્સ, મિસાઈલ ટૂપ્સ અને આર્ટિલરીએ રશિયન જવાનોના એકત્ર થવાના સ્થળો અને ડ્રોન કંટ્રોલ પોઈન્ટ્સ પર હુમલા કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application