જસદણ ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત બાદ એસબીઆઇ દ્વારા વેપારીઓને પરચુરણ વિતરણ
જસદણ ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત બાદ એસબીઆઇ દ્વારા વેપારીઓને પરચુરણ વિતરણ
August 29, 2026 09:47 AM
જસદણ ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને પગલે તાજેતરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની જસદણ શાખા દ્વારા વેપારીઓને પરચુરણ વિતરણ કરવામાં આવ્યું હતું.જસદણ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની જસદણ શાખા ખાતે રૂબરૂ જઈને સ્ટેટ બેંકમાં કરન્સી ચેસ્ટની સુવિધા ચાલુ રાખવા તેમજ વેપારીઓને વેપાર માટે જરૂરી પરચુરણ વિતરણ કરવાની રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા જસદણ શાખાના મેનેજર દ્વારા હકારાત્મક અભિગ અપનાવીને તાત્કાલિક ધોરણે વેપારીઓને પરચુરણ વિતરણ કર્યું હતું. જસદણના મેનેજરની સૂચનાને પગલે બેંકના કર્મચારીઓ દ્વારા જસદણ શહેરમાં દુકાને દુકાને જઈને વેપારીઓને દશ રૂપિયાના સિક્કાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમીના તહેવાર નજીક છે અને બજારમાં વેપારીઓને સારી ઘરાગી છે ત્યારે વેપારીઓને વેપાર માટે ઉપયોગી પરચુરણ વિતરણની કામગીરી થતા વેપારી વર્ગમાં આનંદની લાગણી ફેલાણી છે. પરચુરણ વિતરણની આ કામગીરી બદલ જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ તથા મહામંત્રી ભરતભાઈ ધારૈયા સહિતની ટીમે જસદણ એસબીઆઇના મેનેજરનો આભાર વ્યક્ત કર્યો હતો.