BREAKING NEWS

જાફરાબાદમાં જુગારધામ ઉપર એસએમસી ત્રાટકી: ૧.૬૧ લાખની રોકડ સાથે ૧૫ ઝડપાયા

  • August 19, 2026 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શ્રાવણ શરૂ  થતા જુગારીઓ પટમાં આવી જતા ઠેક ઠેકાણે પોલીસ દ્રારા દરોડા પાડી જુગાર રમતા શખસોને પકડી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જાફરાબાદના વાપાળીયા વિસ્તારમાં ચાલતા જુગારધામ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થાનિક પોલીસને ઐંઘતી રાખી દરોડો પાડો હતો દરોડા દરમિયાન ૧૫ જુગારીઓને ઝડપી લઇ રોકડ ૧,૬૧,૬૦૦, મોબાઈલ, વાહન કબ્જે કરી ૩,૨૮,૬૦૦નો મુદામાલ કબ્જે કરી જાફરાબાદ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. દરોડાની પ્રા વિગત મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ આર.કે.કરમટાને ચોક્કસ બાતમી મળી હતી કે, જાફરાબાદના વાપાળીયા વિસ્તારમાં કેટલાક શખસો બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તીનપતીનો જુગારનો અડ્ડો ચલાવી રહ્યા છે, જે બાતમીના આધારે એસએમસીની ટીમે દરોડો પાડી જુગાર રમતા અશોક બાબુભાઈ બારૈયા, કાનજી ભિખાભાઈ મકવાણા, તાહિર યુસુફભાઈ બાબર, રાકેશ જીવાભાઈ મકવાણા, રાજુ રામજીભાઈ રાઠોડ, ગોપાલ ખોડાભાઈ મકવાણા, ભાયા ચિનુભાઈ મકવાણા, રાજેશ કાનાભાઈ બારૈયા, સંજય કાળુભાઈ બારૈયા, રામદાસ ઉકાભાઈ સોલંકી, ભીમજી શરમણભાઈ બારૈયા, જયમલ ભવનભાઈ બારૈયા, કાનજી નાગરભાઈ બારૈયા, લમણ પાચાભાઈ બારૈયા, ચંન્દ્રકાત રામજીભાઈ બારૈયા (રહે.તમામ જાફરાબાદ)ને ઝડપી લઈ પટમાંથી તેમજ અગં ઝડતી દરમિયાન રોકડ ૧,૬૧,૬૦૦ની રોકડ ૧૩ જેટલા મોબાઇલ, ત્રણ બાઈક મળી કુલ .૩,૨૮,૬૦૦નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application