BREAKING NEWS

શહેરના ભગાતળાવમાં આવેલ ઘીની દુકાનમાં એસઓજીની કાર્યવાહી

  • October 10, 2025 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિવાળીના તહેવાર પુર્વે શહેના ભગાતળાવ વિસ્તારમાં આવેલી દુકાનમાં ભેળસેળ યુક્ત ઘી વેચાણ થતુ હોવાની હકિકત આધારે ભાવનગર સ્પેશલ ઓપરેશન ગ્રુપે  કાર્યવાહી હાથ ધરી હતી.અને ભેળસેળ યુક્ત ઘીના નમૂના લઈ પરિક્ષણ અર્થે મોકલાયા હતા. ભાવનગર રેન્જ પોલીસ મહાનિરિક્ષક ગૌતમ પરમાર અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા ભાવનગર જીલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગૃપ (એસ.ઓ.જી.)ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.યુ.સુનેસરાને ભાવનગર શહેર અને જીલ્લામાંથી ખાધ પદાર્થોમાં ભેળસેળ કરતા માફિયાઓની ગેરકાયદેસર પ્રવૃતીઓ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપેલ. જે જે સૂચના મુજબ  ભાવનગર એસ.ઓ.જી. પોલીસ પોલીસને બાતમી હકિકત મળેલ કે, અરિહંત ધી, વોરા બજાર નાગર, પોળનો ડેલો, ભગાતળાવ, ભાવનગર ખાતે આવેલ ધી ની દુકાનમાં જતીન પુનમચંદ વોરા શંકાસ્પદ ભેળસેળ યુક્ત ધી નું વેચાણ કરે છે.
 જે હકિકત આધારે ભાવનગર ફુટ સેફ્ટી ઓફિસર ને સાથે રાખે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા દુકાને ભાવેશ ગુણવંતભાઇ સાનવી (ઉ.વ.૫૭ રહેવાસી રૂમ નંબર ૧૦૩, ન્યાલદાસ કોમ્પ્લેક્ષ, ગઢેચી વડલા, ભાવનગર)ની  પુછપરછ કરતા તે નોકરી કરતા હોવાનું અને દુકાન માલીક જતીન પુનમચંદ વોરા હોવાનું જણાવેલ. જ્યારે  દુકાનમાં તપાસ કરતા મોટા પ્રમાણમાં ઘી નો જથ્થો સ્ટોક કરી રાખેલ જેના ખરીદી બીલ કે પુરાવાઓ રજુ કરવા જણાવતા તેઓ પાસે કોઇ પુરાવો કે બીલ નહી હોવાનું જણાવતા મળી આવેલ ઘી નો જથ્થો શંકાસ્પદ અને ભેળસેળ યુક્ત જણાતા દુકાનમાંથી મળી આવેલ લુઝ ઘી ના ૧૫ કિલોગ્રામના ડબ્બા નંગ-૧૪ આશરે કિંમત રૂપિયા ૧,૩૭,૨૦૦ માંથી ફુડ સેફ્ટી ઓફિસર દ્રારા જરૂરી નમુના સેમ્પલ લઇને એફ.એસ.એલ. તપાસણી અર્થે મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી.
આ કામગીરમાં ભાવનગર  એસઓજીના ડી.યુ સુનેસરા(પી. આઈ.),મહાવીરસિંહ ગોહિલ (એએસઆઈ),જયરાજસિંહ જાડેજા(એએસઆઈ), મિતેષભાઇ જોષી(એએસઆઈ), જયવીરસિંહ ચુડાસમા(હે. કો.), નિલમબેન વિરડીયા (મહિલા પોલીસ કોન્સ્ટેબલ) તેમજ   હરેશભાઇ મકવાણા(ડીપીસી) સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application