BREAKING NEWS

રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર રાજ ગોપાલના પિતાશ્રી ચંદન ગોપાલનું દુઃખદ અવસાન, આવતકાલે અમદાવાદમાં પ્રાર્થના સભા

  • August 30, 2026 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર અને નિવૃત્ત આઈએએસ અધિકારી રાજ ગોપાલના પિતાશ્રી ચંદન ગોપાલનું ૯૫ વર્ષની વયે શુક્રવાર, ૨૮ ઓગસ્ટના રોજ દુઃખદ અવસાન થયું છે. આ દુઃખદ સમાચારથી તેમના સ્નેહીજનો અને પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

સદગત ચંદન ગોપાલના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના સભા (બેસણું) સોમવાર, ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન અમદાવાદ ખાતે યોજાશે. બેસણાનું સ્થળ સ્વસ્તિક હોલ, રિલાયન્સ સ્માર્ટની સામે, ડ્રાઇવ-ઇન સિનેમા પાસે, અમદાવાદ રાખવામાં આવ્યું છે.

આ શોકની ઘડીમાં તેમના સંતાનો રાકેશ, રાજેશ, રાજીવ, રાજ ગોપાલ (રિટા. IAS) સહિત સમગ્ર ગોપાલ પરિવારે સદગતને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application