BREAKING NEWS

શાપરમાં સાઢુના હાથે સાઢુની હત્યા: છત પરથી નીચે ફેંકી દેતા મોત

  • August 12, 2026 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં અંગત માથાકૂટમાં વધુ એક હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે, શાપરમાં સાઢુને મારમારી છત ઉપરથી ધક્કો મારી દેતા સારવારમાં મોત નીપજ્યું હતું. છોડાવવા વચ્ચે પડેલી સાળીને પણ ઢીકાપાટુનો મારમાર્યો હતો. બનાવની જાણ થતા શાપર પોલીસ દોડી ગઈ હતી અને શખસને તાકીદે સંકજામાં લઇ વધુ પુછપરછ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ યુપીના અને હાલ રાજકોટના શાપરના ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા શ્રી રામ ફેબ્રિકેશબ નામના કારખાનાની ઓરડીમાં રહી મજૂરી કામ કરતા બ્રિજવિહારીસિંગ (ઉ.વ.40)ના તા.11ના રાત્રીના સાડા દસ વાગ્યે કારખાનાની ઓરડીમાં હતા ત્યારે બ્રિજવિહારી સિંગની પત્ની સંજુબેનની બહેન શિતલનો દિકરો હિતેશસિંગ ઓરડીએ આવ્યો હતો અને કહયું હતું કે મારા પિતા અમરેન્દ્રસિંહએ મારી બોલાચાલી કરી ખિજાયા છે, વાતચિત દરમિયાન અમરેન્દ્રસિંહ પણ ઓરડીએ પહોંચી તમે મારા છોકરાને અહીં કેમ રાખ્યો છે કહી બોલાચાલી કરી ઝગડો કરવા લાગ્યો હતો અને આથી તેના બ્રિજવિહારીસિંગે ઝગડો કરવાની ના પાડતા અમરેન્દ્રસિંહ ઉશ્કેરાઈ જઈ ઢીકાપાટુનો મારમારવા લાગતા પત્ની સંજુબેન છોડાવવા વચ્ચે પડતા તેને પણ અમરેન્દ્રસિંહે ધક્કો મારતા પડી ગઈ હતી. બંને સાઢુ ઝપાઝપી કરતા છતની દીવાલ પાસે પહોંચી જતા અમરેન્દ્રસિંહે યુવકને છત પરથી ધક્કો મારી દેતા યુવક જમીન પટ પટકાતા ગંભીર ઈજાઓ થઇ હતી. બનાવના પગલે અન્ય શ્રમિકો સહિતના દોડી આવ્યા હતા અને તાકીદે બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવાર દરમિયાન રાત્રીના દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતકની પત્ની સંજુબેનની ફરિયાદ પરથી અમરેન્દ્રસિંહ સામે હત્યાની કલમનો ઉમેરો કરી સકંજામાં લીધો હતો. બનાવના પગલે બે સંતાનોએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application