સૈફ અલી ખાન પર હુમલો કરનાર બાંગ્લાદેશી નાગરિક શરીફુલ ઇસ્લામ શહજાદ વિશે નવી માહિતી બહાર આવી રહી છે. પોલીસે જણાવ્યું કે આરોપએ પરોઠા અને પાણીની બોટલ ખરીદી હતી અને યુપીઆઈ દ્રારા પૈસાની લેવડદેવડ કરી હતી જેની મદદથી પોલીસે આરોપીઓના ફોન નંબર મેળવ્યા હતા. ત્યારબાદ પોલીસે આરોપીનું લોકેશન ટ્રેસ કયુ.
મુંબઈ પોલીસે રવિવારે ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હત્પમલો કરવાના આરોપમાં બાંગ્લાદેશી નાગરિક શરીફુલ ઇસ્લામ શહઝાદની ધરપકડ કરી હતી. તે પાંચ મહિનાથી વધુ સમયથી મુંબઈમાં રહેતો હતો. ભારત આવ્યા પછી, તેમણે પોતાનું નામ બદલીને વિજય દાસ રાખ્યું.
પ્રશ્ન એ ઊભો થાય છે કે પોલીસ શહજાદ સુધી કેવી રીતે પહોંચી? માહિતી સામે આવી છે કે મુંબઈ પોલીસ યુપીઆઈ ટ્રાન્ઝેકશન દ્રારા છરી હત્પમલો કરનાર સુધી પહોંચી હતી. પોલીસને યુપીઆઈ ટ્રાન્ઝેકશન દ્રારા શહઝાદનો મોબાઇલ નંબર મળ્યો. નંબર ટ્રેસ કર્યા પછી, પોલીસે શહજાદનું લોકેશન શોધી કાઢુ.ં
આ પછી, ૧૦૦થી વધુ પોલીસકર્મીઓએ આરોપીઓની શોધ શ કરી. પોલીસ એક વિસ્તારમાં શોધખોળ કરી રહી હતી ત્યારે તેને એક સૂતેલો વ્યકિત દેખાયો. યારે એક અધિકારી તેની પાસે આવ્યો, ત્યારે તે ઊભો થયો અને ભાગવા લાગ્યો. આ પછી પોલીસે તેને પકડી લીધો. એક મજૂર કોન્ટ્રાકટરે મુંબઈ પોલીસને શરીફુલ ઇસ્લામ શહજાદ સુધી પહોંચવામાં મદદ કરી. એક અધિકારીએ જણાવ્યું કે તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે આરોપીને દાદર રેલ્વે સ્ટેશનની બહાર ત્રણ વખત જોવામાં આવ્યો હતો અને તે વરલી કોલીવાડાની પણ મુલાકાત લઈ ચૂકયો હતો. પોલીસે સેંકડો સીસીટીવી ફટેજ તપાસ્યા અને જાણવા મળ્યું કે હત્પમલાખોર તે વિસ્તારમાં એક મજૂર કોન્ટ્રાકટરને મળવા ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech