થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં મોટી દુર્ઘટનાની ઘટના સામે આવી છે. અહીં વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ બસમાં આગ લાગી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના બેંગકોકના બહારના વિસ્તારમાં થઈ હતી. અહીં બાળકો અને શિક્ષકોને લઈ જતી બસમાં આગ લાગી હતી. પરિવહન મંત્રી સુરિયા જંગરુનરુંગકીટે જણાવ્યું કે બસમાં 44 મુસાફરો હતા. ત્યારબાદ રાજધાનીના ઉત્તરી ઉપનગર પથુમ થાની પ્રાંતમાં બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 25 લોકોના મોત થયા હતા. પ્રાથમિક તપાસમાં બસનું ટાયર ફાટ્યું હોવાનું બહાર આવ્યું છે. આ પછી બસમાં આગ લાગી હતી.
આગ એટલી ભીષણ હતી કે થોડી જ વારમાં તેણે આખી બસને લપેટમાં લીધી હતી. જેના કારણે ઘણા બાળકો બસમાં ફસાયા હતા અને જીવતા સળગી ગયા હતા. જોકે, કેટલાક દાઝી ગયેલા બાળકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, પરંતુ તેમને એમ્બ્યુલન્સ મળી ન હતી. આ કારણે તે અહીં-તહીં ભટકતા રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સરકાર અસરગ્રસ્ત પરિવારોને આપશે વળતર
થાઈ વડાપ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે સરકાર સારવારનો ખર્ચ ઉઠાવશે અને પીડિત પરિવારોને વળતર આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech