BREAKING NEWS

રાણપુર વાડીના મકાનમાંથી સાત જુગારીઓ ૩.૫૩ લાખની મતા સાથે ઝબ્બે

  • September 25, 2026 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ એલસીબીએ રાણપુર ગામે વાડી વિસ્તારમાં મકાન ભાડે રાખી ચાલતી જુગારની ક્લબ પર દરોડો પાડી સાત જુગારીઓને રૂ.૩.૫૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ બલિયાવાડ ગામે રહેતો રણજીત દેસા વાળા રાણપુર ખંભાળિયા રોડ પર રાણપુરની સીમમાં આવેલ પરબ વાવડી ના જીગા હિરજી મોણપરા ના ખેતરના મકાન ભાડે રાખી જુગારની ક્લબ ચલાવતો હોવાની બાતમીના આધારે જૂનાગઢ એલસીબીએ દરોડો પડ્યો હતો. અને જુગાર રમતા રણજીત વાળા, રાજેશ ઉર્ફે બાલો અગ્રાવત, હિરેન જસાણી, અતુલ ઉનડકટ, અલ્તાપુર કાબરા, મહેન્દ્ર મોણપરા અને વલ્લભભાઈ વોરા ને ઝડપી લીધા હતા. સ્થળ પરથી ૮૩ હજારની રોકડ, સાત મોબાઈલ, બે વાહન સહિત ૩.૫૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ભેસાણ પોલીસે જુગારધારા અન્વયે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application