ક્રિકેટ જગતમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેને સાંભળીને દરેક ક્રિકેટ પ્રેમી અને વિશ્લેષકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ના ૧૯મા સીઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા બેટ વડે ધમાકેદાર પ્રદર્શન કરનાર અને આખી ટૂર્નામેન્ટમાં 593રન ફટકારનાર સ્ટાર બેટ્સમેન કે.એલ. રાહુલ (KL Rahul) ને સ્થાનિક ટી20 લીગમાં મોટો ઝટકો લાગ્યો છે.
કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ (KSCA) દ્વારા આયોજિત થનારી 'મહારાજા ટ્રોફી ટી20 લીગ' ના આગામી સીઝન માટે 5 જૂન ૨૦૨૬ના રોજ પ્લેયર્સ ઓક્શન (ખેલાડીઓની હરાજી) યોજવામાં આવી હતી. આ ઓક્શનમાં રાહુલને ખરીદવામાં કોઈ પણ ફ્રેન્ચાઈઝીએ રસ દાખવ્યો નથી અને તે 'અનસોલ્ડ' રહ્યો છે.
માત્ર ૨ લાખની બેઝ પ્રાઈઝ હોવા છતાં કેમ કોઈએ ન ખરીદ્યો?
કે.એલ. રાહુલે આ સ્થાનિક ટૂર્નામેન્ટ માટે પોતાની બેઝ પ્રાઈઝ (મૂળ કિંમત) માત્ર ૨ લાખ રૂપિયા રાખી હતી. આટલી ઓછી કિંમત અને આઈપીએલના શાનદાર ફોર્મ છતાં કોઈ ટીમે તેના માટે બોલી ન લગાવી. આ પાછળનું મુખ્ય કારણ કોઈ નબળો ફોર્મ નહીં પરંતુ તેનું ઇન્ટરનેશનલ ક્રિકેટ શિડ્યુઅલ છે
વ્યસ્ત આંતરરાષ્ટ્રીય શિડ્યુઅલ
મહારાજા ટ્રોફી 2૦ જૂનથી શરૂ થઈને 12 જુલાઈ ૨૦૨૬ સુધી ચાલશે. આ જ સમયગાળા દરમિયાન કે.એલ. રાહુલ ભારતીય ટીમ સાથે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને વનડે સિરીઝમાં વ્યસ્ત રહેવાનો છે.
વર્કલોડ મેનેજમેન્ટ
આ શ્રેણી પૂરી થયા બાદ તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ પર રમાનારી વનડે સિરીઝની પણ તૈયારી કરવાની છે.ઉપલબ્ધતાની સમસ્યા: મોટાભાગની મેચોમાં રાહુલ ટીમ માટે રમી શકે તેમ ન હોવાથી, ફ્રેન્ચાઈઝીઓએ તેના પર બોલી લગાવવાનું યોગ્ય ન માન્યું.