ચોમાસાની ઋતુમાં જ્યારે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા લીલીછમ ચાદર ઓઢીને પ્રવાસીઓથી હર્યુંભર્યું હોય છે, ત્યારે કુદરતના એક અણધાર્યા વળાંકે ત્યાં આવેલા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા છે. ડાંગના પહાડી વિસ્તારોમાં અચાનક ધરતી ધ્રૂજી ઊઠતાં અફરાતફડીનો માહોલ સર્જાયો હતો.
ગુજરાતના પ્રસિદ્ધ ગિરિમથક સાપુતારા અને આસપાસના પહાડી વિસ્તારોમાં આજે ભૂકંપના બે હળવા આંચકા અનુભવાયા છે. એક પછી એક આવેલા આંચકાના કારણે સ્થાનિક રહીશો અને વીકેન્ડ મનાવવા આવેલા પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે, રાહતની વાત એ છે કે આ ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનમાલ કે મિલકતને નુકસાન થયાના અહેવાલ નથી.
એક પછી એક બે આંચકાથી ધરા ધ્રૂજી
ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (ISR) ના જણાવ્યા મુજબ સાપુતારામાં ભૂકંપના બે અલગ-અલગ આંચકા નોંધાયા હતા. પહેલો અને બીજો આંચકો રિક્ટર સ્કેલ પર ૩.૩ અને ૨.૯ ની તીવ્રતાના બે આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્રબિંદુ (Epicenter)માં એક આંચકાનું કેન્દ્રબિંદુ સાપુતારાથી ૬.૮ કિલોમીટર દૂર જ્યારે બીજા આંચકાનું કેન્દ્રબિંદુ ૧૩ કિલોમીટર દૂર જમીનમાં નોંધાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application