BREAKING NEWS

વાયદા બજારમાં ગાબડું: ચાંદીમાં રૂ.2700 અને સોનામાં 1500 રૂપિયાથી વધુનો કડાકો

  • July 15, 2026 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બજારના અહેવાલો અને સત્તાવાર આંકડાઓ અનુસાર સોના અને ચાંદીના રોકાણકારો માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક વાયદા બજાર (એમસીએક્સ) માં કિંમતી ધાતુઓના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. વૈશ્વિક દબાણ અને સ્થાનિક બજારમાં આવેલી વેચવાલીના કારણે સોનામાં આજે રૂ.1557 અને ચાંદીમાં રૂ.2740 સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. ટ્રેડિંગ સેશનની શરૂઆતથી જ બંને કિંમતી ધાતુઓ લાલ નિશાનમાં કારોબાર કરી રહી છે.

સોનાના ભાવમાં આજે મોટું દબાણ જોવા મળ્યું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 5 ઓગસ્ટની એક્સપાયરી વાળું સોનું અગાઉના બંધ ભાવ રૂ.1,42,257.00 ની સામે રૂ.1,41,148.00 પર ઓપન થયું હતું. દિવસ દરમિયાન તે રૂ.1,40,740.00 ના નીચલા સ્તરે પહોંચી ગયું હતું. હાલમાં સોનાનો લાઈવ ભાવ રૂ.1,145.00 (-0.80%) ના ઘટાડા સાથેરૂ.1,41,112.00 પર ટ્રેડ થઈ રહ્યો છે.

ચાંદીના ભાવમાં સોના કરતાં પણ વધુ તીવ્ર ઘટાડો નોંધાયો છે. MCX પર 4 સપ્ટેમ્બરની એક્સપાયરી વાળી ચાંદી અગાઉના બંધ ભાવ રૂ.2,23,189.00 ની સામે રૂ.2,21,926.00 ના સ્તરે ગેપ-ડાઉન ઓપન થઈ હતી. દિવસ દરમિયાન ચાંદીમાં ભારે અસ્થિરતા વચ્ચે તે ₹2,20,449.00 ના લોઅર લેવલ સુધી ગગડી ગઈ હતી. હાલમાં ચાદીનો લાઈવ ભાવ રૂ2,509.00 (-1.12%) ના મોટા ઘટાડા સાથે કિલોગ્રામ દીઠ ₹2,20,680.00 પર આવી ગયો છે.


નિષ્ણાતોના મતે વૈશ્વિક બજારમાં થઈ રહેલી હલચલ આ ઘટાડા માટે મુખ્યત્વે જવાબદાર છે. મોંઘા ક્રૂડની અસર: અમેરિકા અને ઈરાન વચ્ચેના રાજદ્વારી તણાવ તેમજ હોર્મુઝની સામુદ્રધુનીના બ્લોકેડને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા છે, જેનાથી ફુગાવાનું જોખમ વધ્યું છે. ઉપરાંત ફુગાવો વધવાના ડરથી અમેરિકાની સેન્ટ્રલ બેંક વ્યાજદરોમાં વહેલી તકે ઘટાડો નહીં કરે તેવી શક્યતા પ્રબળ બની છે, જે સોના માટે નકારાત્મક ગણાય છે. આ સિવાય વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે યુએસ ડોલર તરફ વળ્યા છે. ડોલર ઇન્ડેક્સ મજબૂત થતાં કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવ ઓલ-ટાઇમ હાઇ સપાટી પર હોવાથી નીચલા સ્તરેથી રોકાણકારોએ આ સ્તરે નફો વસૂલવાનું (Profit Booking) યોગ્ય માન્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News