BREAKING NEWS

સોના-ચાંદીમાં જોરદાર તેજી: ચાંદી રૂ. 3,600 ઉછળી, સોનામાં પણ ભાવ વધ્યો, જાણો આજે બંને ધાતુની કિંમત

  • November 11, 2026 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા ઉત્સાહજનક સંકેતો અને સ્થાનિક સ્તરે વધી રહેલી મજબૂત માંગને પગલે દેશના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ખાતે કિંમતી ધાતુઓના બજારમાં આજે જોરદાર તેજીનો માહોલ જોવા મળ્યો છે. આજના કારોબાર દરમિયાન સોના અને ચાંદી બંને ધાતુઓમાં ભારે ખરીદી નીકળતાં ભાવોમાં મોટો ઉછાળો નોંધાયો હતો. ખાસ કરીને ચાંદીના ભાવમાં એક જ દિવસમાં રૂ. 3,600થી વધુનો વધારો થતાં રોકાણકારો અને ખરીદદારોમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો હતો.


સોનાના ભાવમાં રૂ.1,043નો મજબૂત સુધારો

આજના કારોબારી સત્રની શરૂઆતથી જ સોનામાં સાર્વત્રિક લેવાલી જોવા મળી હતી. અગાઉના રૂ.1,40,525ના બંધ ભાવ સામે સોનું આજે રૂ.1,41,270ના મજબૂત સ્તરે ખૂલ્યું હતું. દિવસ દરમિયાન બજારમાં સતત તેજી રહેતાં સોનાએ રૂ.1,41,568નું સર્વોચ્ચ (હાઈ) સ્તર સ્પર્શ્યું હતું, જ્યારે કારોબાર દરમિયાન નીચલો સ્તર રૂ.1,41,255 નોંધાયો હતો. આમ, દિવસની શરૂઆતમાં જ સોનાના ભાવમાં કુલ રૂ.1,043નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.

ચાંદી રૂ. 3,625 ઉછળીને રૂ.1.86 લાખને પાર

બીજી તરફ, ચાંદીના બજારમાં રોકેટ ગતિની તેજી જોવા મળી હતી. અગાઉના રૂ.1,82,576ના બંધ ભાવ સામે ચાંદી આજે રૂ.1,85,414ના સ્તરે ખૂલી હતી. દિવસ દરમિયાન ચૌમેરથી ખરીદીનો ટેકો મળતા ચાંદીના ભાવ રૂ.1,86,201ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયા હતા. કારોબાર દરમિયાન નીચલો સ્તર રૂ.1,85,290 રહ્યો હતો. એક જ દિવસમાં ચાંદીમાં રૂ.3,625નો ભાવ વધારો નોંધાતા ચાંદી રૂ.1.86 લાખના આંકડાને પાર કરી ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application