રાજકોટ : અમદાવાદ શહેરમાં સિંધી સંસ્કૃતિને ઉજાગર કરતું અનોખું આઈ વેલ નચણ જી સિંધી ડાન્સ કાર્નિવલ ૨ અને ૩ મેના રોજ ભવ્ય રીતે યોજાનાર છે. અમદાવાદ સિંધુ સેવા સમાજ, સિંધુ ભવન અને વિઝન સિંધુ ચિલ્ડ્રન એકેડેમીના સંયુક્ત આયોજન હેઠળ આ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ શહેરોના પ્રતિભાશાળી કલાકારો ભાગ લેશે. કાર્નિવલનો પ્રારંભ ૨ મે, શનિવારે સાંજે ૭ થી ૯ વાગ્યા દરમિયાન કુબેરનગર વિસ્તારમાં આવેલા જી વોર્ડ સ્વિત સિંધુ કલા કેન્દ્ર ખાતે ફેસ્ટિવલ રૂપે થશે. આ કાર્યક્રમમાં સિંધી લોકનૃત્ય અને સંસ્કૃતિની ઝલક રજૂ વશે. ત્યારબાદ ૩ મે, રવિવારે સાંજે ૫.૩૦ થી ૮ વાગ્યા દરમિયાન બોડકદેવસ્થિત સિંધુ ભવન ખાતે સ્પર્ધાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ગ્રુપ અને વ્યક્તિગત પ્રસ્તુતિઓનું મૂલ્યાંકન કરવામાં આવશે.આ કાર્નિવલમાં અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, આદીપુર અને ગોધરા જેવા શહેરોમાંથી કુલ ૧૦૨ કલાકારો ભાગ લઈ રહ્યા છે. ખાસ કરીને રાજકોટમાંથી મોહિની સાધુ સાથે રવિના વાઘવાણી, જાનવી કુકરેજા, ડોલી બજાજ, આયુષ દુધા, તનીષા ગોપલાણી અને મમતા આયલાણી જેવા કલાકારો પોતાની પ્રતિભા રજૂ કરશે. આ કાર્યક્રમમાં પ્રખ્યાત કોરિયોગ્રાફર અને એડ્યુકેટર બિજોય આનંદ શિવરામ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. તેઓ જે. જી. કોલેજ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના વાઈસ પ્રિન્સિપાલ તરીકે સેવાઓ આપી રહ્યા છે અને નૃત્ય ક્ષેત્રે તેમના વિશેષ યોગદાન માટે જાણીતા છે. તેમની ઉપસ્થિતિ કાર્યક્રમને વધુ ગૌરવ આપશે.આ કાર્નિવલનો મુખ્ય હેતુ સિંધી યુવા પેઢીમાં સંસ્કૃતિ પ્રત્યે રસ વધારવાનો છે તેમજ નૃત્ય દ્વારા-પરંપરાને જીવંત રાખવાનો છે. કાર્યક્રમ દ્વારા કલાકારોને પોતાનું ટેલેન્ટ રજૂ કરવાની અનોખી તક મળશે અને સાથે સાથે દર્શકોને પણ સિંધી લોકકલાનું માણવાનું અવસર મળશે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application