શહેરના જુના મોરબી રોડ પર ગણેશનગર પાસે જાહેરમાં જુગાર રમતા કુખ્યાત ઈભલા સહિત છ શખસોને એલસીબી ઝોન-1 ની ટીમે ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 32,300 કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન-1 ના પીએસઆઇ બી.વી.ચુડાસમાની રાહબરીમાં એ.એસ.આઈ બી.સી.વાઘેલા, કોન્સ્ટેબલ રવિરાજભાઇ પટગીર, સત્યજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ રાત્રિના પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે જૂના મોરબી રોડ પર ગણેશનગર લાતી પ્લોટ પાછળ જાહેરમાં જુગાર રમતા છ શખસોને પોલીસે ઝડપી લીધા હતા. જેમાં ઈબ્રાહીમ ઉર્ફ ઇભલો કરીમભાઈ કાથરોટીયા(ઉ.વ 33 રહે. ગણેશનગર શેરી નંબર 10),ઉમેશ જગદીશભાઈ ડાભી(ઉ.વ 22 રહે. ભગવતીપરા શેરી નંબર ત્રણ), નજીર અલારખાભાઈ ઠાસરીયા (ઉ.વ 53 રહે. ભીલવાસ શેરી નંબર 2),પરેશ રમેશભાઈ વાઘેલા(ઉ.વ 19 રહે. ગણેશનગર શેરી નંબર 4), ઇમરાન હુસેનભાઇ ચોટીયારા (ઉ.વ 22 રહે. ભગવતીપરા શેરી નંબર 2) અને હુસેન ઉર્ફે લાખો જુમાભાઈ ઠેબા(ઉ.વ 22 રહે. ભગવતીપરા) નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા ૩૨,૩૦૦ કબજે કર્યા હતા.
જુગાર રમતા ઝડપાયેલ નામચીન ઇભલા સામે હત્યાની કોશિશ, ખંડણી,હથિયાર ધારા, પોલીસ ફરજમાં રૂકાવટ સહિતના 51 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને આઠેક વખત તે પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech