BREAKING NEWS

રાજકોટમાં સોની પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ: ફ્લેટની લોનના હપ્તા ચડત થઇ જતા પગલું ભર્યું

  • January 23, 2026 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના 80 ફૂટ રોડ પર સત્યમ પાર્કમાં રહેતા સોની પરિવારે ઘઉંમાં નાખવાના ટીકડા પી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ પાછળનું કારણ આર્થિકભીંસ હોવાનું સામે આવ્યું છે. બનાવના પગલે થોરાળા પોલીસ દોડી ગઈ હતી.​​​​​​​

બનાવને લઈને વધુ તપાસ થોરાળા પોલીસે હાથ ધરી

પ્રાપ્ત વિગત મુજબ શહેરના 80 ફૂટ રોડ પર હુન્ડાઈ શો રૂમની સામે આવેલા સત્યમ પાર્ક-4માં રહેતા નિલેશભાઈ રતિલાલ સોની (ઉ.વ.75), તેમના પત્ની ચંદ્રિકાબેન (ઉ.વ.50) અને પુત્ર મારગીન (ઉ.વ.30) ત્રણેયએ રાત્રીના એકાદ વાગ્યે ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી. પરિવાર અગરબત્તીનું ઘરે પેકીંગ કરી વેંચાણ કરી ગુજરાન ચલાવે છે, અગાઉ ફ્લેટ લીધો હોય તેની સાતેક લાખની લોન બાકી હોય તેના હપ્તા ચડત થઇ ગયા હતા ને અગતબતીનો ધંધો પણ બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકડામણમાં આવી જઈ આપઘાત કરવાનું નક્કી કરી પહેલા પુત્રએ અને બાદમાં માતા-પિતા ઘઉંના ટીકડા પીધા હતા. બનાવને લઈને વધુ તપાસ થોરાળા પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application