બોકસ ઓફિસ પર 'સ્પાઈડર–મેન'ની આંધી: ૫ાંચમા દિવસે પણ કમાણીનો ધડાકો
બોકસ ઓફિસ પર 'સ્પાઈડર–મેન'ની આંધી: ૫ાંચમા દિવસે પણ કમાણીનો ધડાકો
August 04, 2026 01:46 PM
બોલિવૂડ સુપરહીરો 'સ્પાઈડર–મેન'ની નવી ફિલ્મ 'સ્પાઈડર–મેન: બ્રાનડ ન્યૂ ડે' બોકસ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિલીઝના ૫મા દિવસે પણ આ ફિલ્મની કમાણીની આંધી થમવાનું નામ નથી લઈ રહી. ટોમ હોલેન્ડ સ્ટારર આ ફિલ્મે ભારત સહિત સમગ્ર વિશ્વમાં બોકસ ઓફિસ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. સાહના પહેલા કામકાજના દિવસે પણ ફિલ્મે શાનદાર પ્રદર્શન કયુ છે. રિપોર્ટ અનુસાર, સોમવારે ભારતમાં ફિલ્મે ૨૩.૮૦ કરોડ રૂપિયાનું નેટ કલેકશન કયુ છે. આ સાથે જ ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેકશન ૨૮૧.૭૫ કરોડ રૂપિયા અને ગ્રોસ કલેકશન ૩૩૬.૯૧ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ સાથે જ આ ફિલ્મ ભારતમાં ૩૦૦ કરોડ રૂપિયાથી વધુનું ગ્રોસ કલેકશન કરનારી પહેલી હોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મની વાર્તા 'નો વે હોમ'ના ચાર વર્ષ પછીની ઘટનાઓ પર આધારિત છે. ડોકટર સ્ટ્રેન્જના સ્પેલ (જાદુ) બાદ પીટર પાર્કર (ટોમ હોલેન્ડ)ને તેના તમામ નજીકના મિત્રો – એમ.જે. (ઝેન્ડાયા) અને નેડ (જેકબ બેટલોન) સંપૂર્ણપણે ભૂલી ચૂકયા છે. પીટર ન્યૂયોર્કમાં એકલવાયું જીવન જીવવાની સાથે સ્પાઈડર–મેન બની શહેરની રક્ષા કરે છે. પરંતુ શહેરમાં અચાનક બનતી કેટલીક અજીબ ગુનાહિત ઘટનાઓ વચ્ચે પીટરમાં એક નવો બદલાવ આવે છે. શહેરને આ નવી આફતથી બચાવવા માટે તેને 'ધ પનિશર' (જોન બર્નથલ) અને બ્રુસ બેનરહલ્ક (માર્ક રફાલો) જેવા કલાકારોની અણધારી મદદ મળે છે. 'શાંગ–ચી' ફેમ ડિરેકટર ડાસ્ટિન ડેનિયલ ક્રેચન દ્રારા ડિરેકટ કરાયેલી આ ફિલ્મમાં ટોમ હોલેન્ડ ઉપરાંત ઝેન્ડાયા, જેકબ બેટલોન, સેડી સિંક, જોન બર્નથલ અને માર્ક રફાલો મુખ્ય ભૂમિકામાં છે. હાલ બોકસ ઓફિસ પર કોઈ મોટી ભારતીય કે હોલિવૂડ ફિલ્મ સામે ટક્કરમાં ન હોવાનો મોટો ફાયદો પણ આ ફિલ્મને મળી રહ્યો છે.હ