BREAKING NEWS

કચ્છમાં રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવની હાઇ-લેવલની ક્રાઈમ કોન્ફરન્સ

  • February 21, 2026 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી ડો. કે એલ એન રાવ આજથી બે દિવસ માટે કચ્છના ભુજ ખાતે પ્રથમ વખત હાઈ લેવલની ક્રાઈમ કોન્ફરન્સ સંદર્ભે આવ્યા છે ત્યારે આ બેઠકમાં ભારતીય સેના, બીએસએફ, ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય વાયુસેનાના અધિકારીઓ આ હાઈ લેવલની ક્રેમ કોન્ફરન્સમાં હાજર રહેશે તેવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી ડો કે એલ એન રાવ એ રાજ્યના મુખ્ય પોલીસવડા તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ વખત કચ્છ ના ભુજ ખાતે તારીખ 21 ને શનિવાર તેમજ તારીખ 22 ને રવિવાર ના રોજ ભુજ ખાતે કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સંદર્ભે હાઈ લેવલની ક્રાઈમ કોન્ફરન્સ ડો કે એલ એન રાવની ઉપસ્થિતિમાં યોજવામાં આવી રહી છે.


આ હાઈ લેવલની ક્રાઈમ કોન્ફરન્સમાં ઇન્ચાર્જ ડીજી ડોક્ટર કે એલ એન રાવ દ્વારા ભારત-પાક સરહદ અને દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા ચર્ચા તેમજ ડ્રગ્સ હેરાફેરી અને ઘૂસણખોરી અટકાવવા બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરશે.


આ ઉપરાંત પોલીસ વડા જખૌ અને પિંગલેશ્વર દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે મરીન પોલીસ અને સુરક્ષા એજન્સીઓની સજ્જતા ચકાસશે, અને સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા જવાનો સાથે સીધો સંવાદ કરશે, તેમજ આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થા સંદર્ભે શું કરી શકાય તે અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા અને મંતવ્ય જાણશે, આ હાઈ લેવલની ક્રાઈમ કોન્ફરન્સ આજે અને આવતીકાલ બે દિવસ યોજાનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application