BREAKING NEWS

રાષ્ટ્ર્ર ગીત વંદે માતરમનું અપમાન કરનારા સામે થશે કડક કાર્યવાહી

  • July 17, 2026 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકાર ૨૦ જુલાઈથી શ થતા સંસદના આગામી ચોમાસું સત્રમાં રાષ્ટ્ર્ર ગીત વંદે માતરમનું અપમાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે એક ખરડો રજૂ કરવાની તૈયારી કરી રહી છે. વધુમાં, સરકાર લોકસભામાં રજૂ થનારા એક ખરડામાં જન્મ અને મૃત્યુની વિલંબિત નોંધણી અંગેના નિયમોને વધુ કડક બનાવવાની તૈયારી કરી રહી છે. રાષ્ટ્ર્ર ગીત 'વંદે માતરમ'નું અપમાન કરનારા અથવા તેના ગાનમાં અવરોધ ઊભો કરનારાઓની આવી ગેર વર્તણુક ચલાવી લેવામાં નહી આવે. આવા લોકો સામે હવે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર આગામી ૨૦ જુલાઈથી શ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં 'રાષ્ટ્ર્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારો) વિધેયક' લોકસભામાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે.આ સાથે જ સરકાર લોકસભામાં રજૂ થનારા અન્ય વિધેયકોમાં જન્મ અને મરણની મોડી નોંધણી (રજીસ્ટ્રેશન) પ્રક્રિયાને વધુ ચુસ્ત અને કડક બનાવવાની પણ તૈયારી કરી રહી છે. ૨૦ જુલાઈથી શ થતાં સંસદ સત્રમાં સરકાર આ ખરડો લાવશે. તેનો મુખ્ય હેતુ રાષ્ટ્ર્રીય ગીત 'વંદે માતરમ'ના અપમાન અને તેના ગાનમાં ખલેલ પહોંચાડનારાઓ સામે કડક કાયદાકીય જોગવાઈ કરવી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News