BREAKING NEWS

મોંઘવારીનો જોરદાર ઝટકો: આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ભડકે બળ્યા, હોટેલ-રેસ્ટોરન્ટનું ખાવાનું થશે મોંઘું!

  • June 01, 2026 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂન મહિનાની શરૂઆત જ સામાન્ય જનતા માટે મોંઘવારીનો નવો ડામ લઈને આવી છે. ગેસ વિતરણ કંપનીઓએ ફરી એકવાર ૧૯ કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો વધારો ઝીંકી દીધો છે. આ ભાવવધારો આજથી એટલે કે ૧લી જૂનથી જ દેશભરમાં લાગુ થઈ ગયો છે. જોકે, ગૃહિણીઓ માટે રાહતના સમાચાર એ છે કે રાંધણ ગેસ (ઘરગથ્થુ સિલિન્ડર)ના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.



દેશના મુખ્ય શહેરોમાં આજથી નવા ભાવ 

દિલ્હી-એનસીઆર-: કિંમતમાં ₹૪૨નો વધારો થતાં હવે નવો ભાવ ₹૩૧૧૩.૫૦ થયો છે.
કોલકાતા-: અહીં સૌથી વધુ ₹૫૩.૫૦નો વધારો ઝીંકાયો છે, જેથી નવો ભાવ ₹૩૨٥૫.50 એ પહોંચ્યો છે.
5 કિલોવાળો સિલિન્ડર (FTL)-:આ નાના સિલિન્ડરમાં પણ ₹૧૧નો વધારો થયો છે, હવે દિલ્હીમાં તેનો નવો ભાવ ₹૮૨૧.૫૦ રહેશે.
ઘરગથ્થુ રાંધણ ગેસ (૧૪.૨ કિલો):- દિલ્હીમાં આ સિલિન્ડર જૂના ભાવ એટલે કે ₹૯૧૩ માં જ મળતો રહેશે, જે મધ્યમ વર્ગ માટે મોટી શાંતિ છે.

ભાવ વધવાનું અસલી કારણ
બજારના નિષ્ણાતોના મતે, આ ભાવવધારા પાછળ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી હલચલ જવાબદાર છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક અને રાજકીય તણાવને કારણે કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ની કિંમતો આસમાને પહોંચી છે. વૈશ્વિક સપ્લાય ચેઈનમાં આવેલી અડચણો અને આયાત પાછળ થતા વધારાના ખર્ચના દબાણને કારણે દેશની ગેસ કંપનીઓએ આ આકરો નિર્ણય લેવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, બરાબર એક મહિના પહેલા ૧લી મેના રોજ પણ આ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News