પાણીપુરી એટલે કે પકોડીનું નામ સાંભળતા જ દરેક વ્યક્તિના મોંમાં પાણી આવી જાય છે. આ વાનગીનો અસલી સ્વાદ તેના મસાલેદાર, તીખા અને ખટમીઠા પાણીમાં છુપાયેલો હોય છે. ઘણીવાર લોકો ઘરમાં પાણીપુરી બનાવે છે પણ લારી જેવો સ્વાદ આવતો નથી. જો તમે પણ બજાર જેવો જ પર્ફેક્ટ સ્વાદ ઘરે લાવવા માંગતા હોવ, તો રસોડામાં હાજર સાદા મસાલાની મદદથી મિનિટોમાં આ પાણી તૈયાર કરી શકાય છે જે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે
જરૂરી સામગ્રી (પરફેક્ટ માપ)
૧ કપ ફુદીનાના તાજા પાન અને અડધો કપ લીલા ધાણા
૨ નંગ લીલા મરચાં અને ૧ ઇંચ આદુનો ટુકડો
૧ મોટી ચમચી શેકેલું જીરું પાવડર અને ૧ નાની ચમચી સંચળ (કાળું મીઠું)
૧ ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી મરી પાવડર૨
મોટી ચમચી આમલીનો પલ્પ (કૂચો) અને ૧ ચમચી લીંબુનો રસ
૪ થી ૫ કપ એકદમ ઠંડુ પાણી અને સ્વાદ મુજબ સાદું મીઠું
બનાવવાની સરળ પદ્ધતિ
સૌથી પહેલા ફુદીનો, ધાણા, આદુ અને લીલા મરચાંને પાણીથી બરાબર ધોઈ લો. ત્યારબાદ તેને મિક્સરના જારમાં ઉમેરીને એકદમ ઝીણી અને સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લો.મસાલા મિક્સ કરો: આ પીસેલી પેસ્ટને એક મોટા વાસણમાં કાઢો. તેમાં શેકેલા જીરાનો પાવડર, સંચળ, ચાટ મસાલો, મરી પાવડર, આમલીનો રસ અને લીંબુનો રસ ઉમેરીને સરસ રીતે હલાવી લો.પાણી ઉમેરો: હવે આ મિશ્રણમાં ચારથી પાંચ કપ ઠંડુ પાણી રેડો. દેખાવ અને સ્વાદ વધારવા માટે ઉપરથી થોડી રાયતાની બુંદી પણ ઉમેરી શકાય છે. આ પાણીને ૩૦ મિનિટ માટે ફ્રિજમાં મૂકી રાખો જેથી મસાલાનો ફ્લેવર પાણીમાં બરાબર ઓગળી જાય.
વધુ ખટાશ માટે:- જો તમને તીખા કરતાં ખાટો સ્વાદ વધુ ગમતો હોય, તો તમે પાણીમાં આમલીના પલ્પની અથવા લીંબુના રસની માત્રા થોડી વધારી શકો છો.
વધારે સ્પાઈસી કરવા:- તીખો અને ચટપટો સ્વાદ પસંદ કરનારા લોકો પેસ્ટ બનાવતી વખતે વધુ લીલા મરચાં અથવા મરી પાવડરનો ઉપયોગ કરી શકે છે.
સર્વિંગ સિક્રેટ:- પાણીપુરી પીરસતી વખતે પાણીની અંદર બરફના ટુકડા ઉમેરો, કારણ કે એકદમ ચિલ્ડ (ઠંડુ) પાણી તેનો સ્વાદ બમણો કરી દે છે.