પેગાસસ જાસૂસી કેસમાં સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. આજે કોર્ટે ટેકનિકલ પેનલના રિપોર્ટને જાહેર કરવાની માંગને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ સંબંધિત કોઈપણ અહેવાલ જાહેર કરવામાં આવશે નહીં. આજે પેગાસસ વિવાદમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વ્યક્તિગત આશંકાઓ પર ધ્યાન આપી શકાય છે. પરંતુ ટેકનિકલ પેનલનો અહેવાલ શેરીઓમાં ચર્ચાનો દસ્તાવેજ ન હોય શકે.
ન્યાયાધીશ સૂર્યકાંત અને એન. કોટિશ્વર સિંહની બેન્ચે જણાવ્યું હતું કે, ટેકનિકલ પેનલનો રિપોર્ટ વ્યક્તિઓ સાથે કેટલી હદ સુધી શેર કરી શકાય છે તેની તપાસ કરવી પડશે. બેન્ચે કહ્યું, દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વને અસર કરતો કોઈપણ અહેવાલ જાહેર કરવામાં આવશે નહીં. પરંતુ જે લોકો જાણવા માંગે છે કે તેમને તેમાં સામેલ કરવામાં આવ્યા છે કે નહીં, તેમને જાણ કરી શકાય છે. અમે પેગાસસથી પ્રભાવિત લોકોની માંગ પર વિચાર કરી શકીએ છીએ. પરંતુ તેને શેરીઓમાં ચર્ચાનો દસ્તાવેજ બનાવી શકાય નહીં.
સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું કે તેણે તપાસ કરવી પડશે કે ટેકનિકલ પેનલનો રિપોર્ટ વ્યક્તિઓ સાથે કેટલી હદ સુધી શેર કરી શકાય છે. અરજદારવતી દલીલ કરી રહેલા વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો નિર્ણય છે. સિબ્બલે કહ્યું, વોટ્સએપે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. કોઈ તૃતીય પક્ષે નહીં. વોટ્સએપે હેકિંગ વિશે માહિતી આપી છે.
ઉલ્લેખની છે કે, અરજદારના વકીલ શ્યામ દિવાને 22 એપ્રિલે સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે 2021માં રચાયેલી ટેકનિકલ પેનલનો રિપોર્ટ દરેકને આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, પરંતુ તે હજુ સુધી શેર કરવામાં આવ્યો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં મેઘાના આગમને સમુદ્રમાં ૧ર થી ૧પ ફૂટ મોજાં ઉછળ્યા
June 17, 2025 12:31 PMદ્વારકામાં ટ્રાફીકનો નિયમ ભંગ કરનાર દંડાયા : ૧૭ વાહન ડિટેઇન
June 17, 2025 12:23 PMમશ્કરી... હાલારની ર૯૯ સરકારી શાળાને સાધનો, ખર્ચ માટે રૂ. ૫૦૦૦ ની ગ્રાન્ટ !
June 17, 2025 12:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech