ભાવનગર શહેરી વિસ્તારમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ આચારનાર શખ્સને ગણતરીની કલાકોમાં જ ગંગાજળિયા પોલીસે ઝડપી લીધો હતો. શહેરમાં રહેતી એક સગીરાની માતાએ ગંગાજળીયા પોલીસ મથકમાં મનિષ ઉર્ફે ગોળીયો સવજીભાઈ ભીલ (રહે.રાણીકા, મકવાણા પાન પાસે, કરચલીયા પરા) વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી કે, તેણીની સગીર દીકરીને લલચાવી શખ્સે માવો લાવી આપવાનું કહી તેના ઘરમાં લઈ જઈ ગોંધી રાખી તેણીની દીકરી સગીર હોવાનું જાણવા છતા ઈચ્છા મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બનાવ મામલે માતાએ ગંગાજળિયા પોલીસ મથકમાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદ અનુસંધાને ગંગાજળીયા પોલીસે આઈપીસી. ૩૭૬(૨)(એફ), ૩૭૬ (એ)(બી), ૩૭૭ તેમજ પોક્સો એક્ટ ૪, ૬, ૧૦, મુજબ ગુનો દાખલ કરી સગીરા સાથે કુકર્મ આચરનારા મનિષ ઉર્ફે ગોળીયાને ગંગાજળિયા પોલીસ મથકની ટીમે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. અને તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech