નીલકંઠ ચરણસ્વામીની શ્રીકૃષ્ણ પરની ટિપ્પણીનો વિરોધ: પરિમલ નથવાણીએ કહ્યું, દ્વારકાધીશ હાજરાહજૂર છે...
દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને દ્વારકાધીશના દર્શન કરવા ગયેલા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પણ નિવેદન આપ્યું છે. પબુભાએ કહ્યું કે દ્વારકાધીશ વિરુદ્ધ બોલનારના દિવસો ભરાઈ ગયા, તો પરિમલ નથવાણીએ કહ્યું કે દ્વારકાધીશ હાજરાહજૂર, તેમના જેટલું કોઈનું સ્થાન નથી.
દ્વારકાધીશ વિરુદ્ધ બોલનારના દિવસો ભરાઈ ગયા : પબુભા માણેક
પબુભા માણેકે કહ્યું કે દ્વારકાધીશ એ સંઘર્ષ અવતાર છે. દ્વારકાધીશ વિરુદ્ધ બોલનારના દિવસો પુરા થઇ ગયા છે. સનાતન ધર્મ ચારેય યુગમાં સનાતન છે. અત્યારે નવા-નવા કોઈ ઊપડ્યાં હોય તો અમે વિરોધ નથી કરતા, હીન્દુઓ કે કોઈએ વિરોધ નથી કાર્યો, પણ તમે તમારી જગ્યાએ રહો. તમે જો બીજાને નીચા ઉતારી આવું બોલતા હો તો હું એક દાખલો દઉં કે રાવણની સોનાની લંકા થઇ, રાવણે તપ કર્યું અને રાવણને અતિશય અભિમાન આવ્યું. પછી કંસને અભિમાન આવ્યું, બધાને અભિમાન આવ્યાં છે. મને લાગે છે આ સંસ્થામાં પૈસા ખુબ વધી ગયા લાગે છે અને તાકાત આવી ગઈ છે, નહીં તો આવી કબુદ્ધિ સૂઝે નહીં.
તમે તો હિન્દૂ પર નભો છો અને આ રીતની વાતો કરો છો...?
પબુભાએ આગળ કહ્યું કે સ્વામિનારાયણમાં બધા આવા ન હોય, જે જે મને સાંભળતા હો એ આવાને સમજાવો, જેને ધર્મ વિશે ખબર નથી, સનાતન વિશે ખબર નથી એમને સમજાવો કે આ બધું રહેવા દો. આપણા સનાતન ધર્મમાં ચોખ્ખું લખ્યું છે કે સનાતન ધર્મ વિશેષ છે. ઇસ્લામને કે બીજા કોઈને કહેવાનો અધિકાર નથી, તમે તો હિન્દૂ પર નભો છો અને આ રીતની વાતો કરો છો? તમે જે પણ ધર્મને માનતા હો એને માણો પણ સનાતન ધર્મને સારું ન લાગે એવો એક પણ શબ્દ બોલો નહીં.
દ્વારકાધીશ હાજરાહજૂર, તેમના જેટલું કોઈનું સ્થાન નથી : પરિમલ નથવાણી
રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ કહ્યું કે સ્વામિનારાયણ મંદિરના કોઈ સંતે ટિપ્પણી કરી છે તેને હું વખોડી નાખું છું. દ્વારકાધીશ છે, રહેશે અને હંમેશ રહેશે. એમની સામે કોઈ બીજું સ્થાન છે નહીં. બીજા કોઈ લોકો બોલે, સંત બોલે એનો કોઈ અર્થ નથી. દ્વારકાધીશ હાજરાહજૂર છે અને તેમની સામે ટિપ્પણી કરવામાં આવે એ દુઃખની વાત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech