રાજકોટવાસીઓના દુઃખ દૂર કરતા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં (કરણસિંહજી હાઈસ્કૂલ, ભૂપેન્દ્ર રોડ) બિરાજમાન બાલાજી હનુમાનજી ઘઘને આજરોજ તાજા ફલોથી બનેલા મનોહર ’ફૂલ વાઘા' નો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. મૂર્તિની આસપાસ જાંબલી અને સફેદ રંગના કલોની જે રીતે મનોહર ગોઠવણ કરવામાં આવી હતી, તેનાથી ઘઘનું તેજસ્વી સ્વરૂપ વધુ દિવ્ય, તેજસ્વી અને મનમોહક ભાસી રહ્યું હતું. આ મનોરમ્ય ફલ શણગારને નિહાળીને દર્શનાર્થીઓ મંત્રમુગ્ધ બની ગયા હતા અને મોટી સંખ્યામાં ભાવિકોએ ઘઘના આ અલૌકિક સ્વરૂપના દર્શન કરી પરમ ધન્યતા અને કૃતાર્થતા અનુભવી હતી. મંદિરના આયોજક અને કોઠારી મહંત વિવેકસાગરઘસ સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણદાસ સ્વામી અને કોઠારી મુનિવત્સલઘસ સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વિશેષ ફલ વાઘા શણગારદર્શનમાં ભક્તોની ભક્તિભાવભરી ભીડ જોવા મળી હતી. આખો દિવસ મંદિર પરિસર 'જય બાલાજી' અને 'જય બજરંગ બલી'ના નાદથી ગુંજતું રહ્યું હતું...