BREAKING NEWS

વ્રજમાં ભક્તો ભાવવિભોર: જેઠ મહિનાની કાળઝાળ ગરમીમાં કાન્હાના દરબારમાં રમાઈ ફૂલોની હોળી

  • May 29, 2026 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સામાન્ય રીતે હોળીનો તહેવાર ફાગણ મહિનામાં ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે પવિત્ર અધિક માસ (પુરુષોત્તમ માસ) ના વિશેષ અવસરે આખી વ્રજભૂમિ રંગોત્સવના રંગમાં રંગાઈ ગઈ છે. મથુરાના બરસાના અને નંદગાંવના જગપ્રસિદ્ધ મંદિરોમાં અકાળે પરંપરાગત હોળી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેણે વૈશ્વિક શ્રદ્ધાળુઓમાં ભારે આકર્ષણ જગાવ્યું છે. 


ઊડી ગુલાલની ડમરી:- વ્રજભૂમિમાં રમાઈ અનોખી 'અધિક માસ હોળી', ભક્તિના રંગે રંગાયા વિદેશી ભક્તો!અધિક માસ દરમિયાન રાધા-કૃષ્ણની આરાધના કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાના કારણે, દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં હરિભક્તો બરસાના, નંદગાંવ, વૃંદાવન અને ગોવર્ધન પહોંચી રહ્યા છે. ભીષણ ઉનાળાની ગરમી વચ્ચે પણ નંદગાંવના સુપ્રસિદ્ધ શ્રી કૃષ્ણ-બલરામ મંદિરમાં આયોજિત આ હોળી ઉત્સવ શ્રદ્ધાળુઓ માટે પરમ આણંદનો કેન્દ્ર બન્યો 


ફૂલો અને અબીલ-ગુલાલની અવિરત વર્ષાઆશરે બે કલાક સુધી ચાલેલા આ વિશેષ ઉત્સવ દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં ભક્તો પર અબીલ, ગુલાલ અને સુગંધિત કુદરતી રંગોનો અનરાધાર વરસાદ કરવામાં આવ્યો હતો. આ સાથે જ સુગંધિત પુષ્પોની વર્ષાએ વાતાવરણને એકદમ દિવ્ય અને અલૌકિક બનાવી દીધું હતું.


પરંપરાગત 'રસિયા' ગીતોની રમઝટનંદગાંવ અને બરસાનાના સ્થાનીય ગોસ્વામી સમાજના લોકો દ્વારા વ્રજની પ્રાચીન સાંસ્કૃતિક વિરાસત સમાન પરંપરાગત હોળી ગીતો અને 'રસિયા' પદોનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું. 'રંગન રંગીલો રસ ભરો' જેવા લોકપ્રિય ભજનોની ધૂન પર દેશ અને દુનિયામાંથી આવેલા શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થઈને ઝૂમતા અને નૃત્ય કરતા જોવા મળ્યા હતા.

વિદેશી શ્રદ્ધાળુઓમાં ભારે ક્રેઝ વચ્ચે ભીષણ ગરમીની પરવા કર્યા વિના આ અનોખા સાંસ્કૃતિક દ્રશ્યને માણવા માટે હજારો વિદેશી પ્રવાસીઓ પણ પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં ઉડતા રંગો અને ભક્તિમય માહોલને ઘણા ભક્તો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરતા નજરે પડ્યા હતા. સમગ્ર ઉત્સવ દરમિયાન 'શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય' ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું રંગોની હોળી રમે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application