BREAKING NEWS

એકસાથે પાંચ અર્થી ઊઠતા આખું ગામ હિબકે ચડ્યું... હળવદના રણછોડગઢમાં દુખનો પહાડ તૂટી પડ્યો, કાળમુખા અકસ્માતમા કાળનો કોળિયો બન્યા હતા

  • June 06, 2026 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબી-હળવદ હાઇવે પર ચરાડવા ગામ નજીક ગઈકાલે રાત્રે સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતે સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. મોરબી-હળવદ હાઇવે પર ચરાડવા ગામ નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો., રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં એક કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા પાંચ યુવાનોના મોત થયા હતા, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આજે આ પાંચેય મૃતકોની એકસાથે અર્થી ઉઠતા ગામ આખું હિબકે ચડ્યું હતું. 


કાર અને ડમ્પર વચ્ચેના આ ભયાનક અકસ્માતમાં તાલુકા પંચાયતના વર્તમાન અને પૂર્વ સદસ્ય સહિત પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.


નાના એવા ગામ પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

આ અકસ્માતનો ભોગ બનેલા તમામ મૃતકો હળવદ તાલુકાના નાના એવા રણછોડગઢ ગામના રહેવાસી હતા. રણછોડગઢ ગામના રહેવાસીઓ કિયા કારમાં સવાર થઈને એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈ જઈ રહ્યા હતા. પાંચ આશાસ્પદ વ્યક્તિઓના અકાળે અવસાનના સમાચાર મળતા જ રણછોડગઢ સહિત સમગ્ર હળવદ પંથકમાં શોકની ભારે લાગણી ફેલાઈ ગઈ છે. આજે સવારે જ્યારે ગામમાંથી એકસાથે પાંચ-પાંચ અર્થીઓ ઊઠી, ત્યારે હાજર રહેલા તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી અને વાતાવરણમાં ભારે આક્રંદ છવાઈ ગયું હતું.


આ ભયાનક અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને માસૂમ મૃતકોના પરિવારો પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હાલ પોલીસ આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ ચલાવી રહી છે, અકસ્માતની જાણ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે., હાલતમાં સારવાર હેઠળ છે આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી ગયું છે.

મૃતકોના નામ

1. સુરેશ વિશાભાઈ સિહોરા (ઉ.વ 47)

2. વિરમ ભીમાભાઇ દઢેયા (ઉ.વ 28)

3. પરેશ દિલીપભાઈ દઢેયા (ઉ.વ 24)

4. પ્રેમજી દઢેયા (ઉ.વ 59)

5. ભરત પ્રભુભાઈ દઢેયા (ઉ.વ 39)


ઈજાગ્રસ્તના નામ

1. પ્રકાશ ભરતભાઈ દઢેયા (ઉ.વ 25)

2. દિલીપ ભગવાનજીભાઈ દઢેયા (ઉ.વ 59)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application