BREAKING NEWS

પુત્રવધૂના લીધે જ ઘરમાં નેગેટિવિટી આવી તેવું ભુવાએ કહેતા સાસરિયાએ પરિણીતાને કાઢી મુકી

  • May 16, 2026 08:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ હાલ માવતરના ઘરે રહેતી અમદાવાદની પરિણીતાને પતિ, સાસુ સસરા બંને નણંદુ, દિયર અને દેરાણી ઘરકામ બાબતે મહેણાં ટોણા મારતા હતા. અંધશ્રદ્ધામાં માનતા સાસરીયા પક્ષે ઘરમાં થતા ઝઘડાનો દોષ પરિણીતા પર ઢોળી શારીરિક માનસિક ત્રાસ આપતા મહિલા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.
પ્રામ વિગતો મુજબ, હાલ માવતરના ઘરે આશ્રમ રોડ પર આવેલ પાલ ગાર્ડનની પાછળ વ્રજ અલકા પાર્ક ૩માં રહેતી પરિણીતા ઝરણાબેન ભરવાડે (ઉ. વ ૨૪) મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ દેવલ, સસરા જીતેન્દ્ર, સાસુ વર્ષાબેન, મોટા નણંદ વિરલબેન, નાના
નણંદ રીમાબેન, દિવર ધવલ અને દેરાણી નેન્સીબેન ભડવાડ(બધા રહે રત્નમ બંગલો નં ૧૩, ગોપાલક સોસાયટી, કિરણ પાર્ક પાસે નવા વાડજ, અમદાવાદ) નામ આપ્યું છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન તા. ૨૭/૧૧/૨૦૨૩ ના રોજ દેવલ ભરવાડ સાથે થયા હતા. અમદાવાદમાં સંયુક્ત પરિવારમાં સાથે રહેતા હતા. બંને નણંદના છૂટાછેડા થઈ ગયા હોવાથી પરિવાર સાથે રહે છે. લગજીવન આઠેક મહિના સારી રીતે ચાલ્યા બાદ નણંદ વિરલબેન, રીમાબેન અને સાસુ ઘરકામ અને રસોઈ બાબતે મમ્હણાં ટોણા મારવા લાગ્યા હતા. ઘર કામ બાબતે કઈ ભૂલ થાય તો મોટા નગંદ કહેતા હતા કે, તું ઢોર જેવી છો તને કંઈ કામ આવડતું નથી. દેરાણીને લગના ત્રણેક મહિના પછી પ્રેશન્સી રહેતા બધું જ કામ પરિણીતા પર નાખી
દીધું સાસુએ પરિણીતાને કહ્યું હતું કે હમણાં ચોરીના બનાવ બહુ થાય છે તો તમારા દાગીના મને આપી દેજો. તેમ કહી દાગીના પડાવી લીધા હતા. સસરાની તબિયત ખરાબ હોવાથી હોસ્પિટલમાં દાખલ હતા આ બાબતે પણ નણંદ વિરલબેન પરીણિતા સાથે ઝઘડો કરી ગાળો ભાંડવા લાગતા પરિણીતા સાથે ઝઘડો કરતા પરિણીતાનું બીપી લો થઈ જતા અર્ધ બેભાન થઈ ગઈ હતી આમ છતાં પણ તેના હોસ્પિટલે લઈ જવાના બદલે ઝઘડો ચાલુ રાખ્યો હતો. માનસિક ત્રાસ વધી જતા પરિણીતા ડિપ્રેશનમાં આવી ગઈ હતી.
સસરા અંધશ્રદ્ધામાં માનતા હોવાથી કોઈ ભુવાએ તેમને કહેલ હતું કે, તમારી પુત્રવધુ ઝરણાને લીધે તમારા ઘરમાં નેગેટિવિટી આવેલ છે જેથી સસરા આ બાબતે અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા. ઘરમાં દિપરનો
જ ચાલતું હોવાથી પતિ, દેરાણી સહિતના કાન ભરી પરિણીતાને ઇનડાયરેકટલી ત્રાસ આપતો હતો. તા.૨૨/૦૭/૨૦૨૫ ના રોજ પરિણીતાના પિતાની તબિયત બગડતા રાજકોટ આવી હતી. ત્યારે સાસુએ પરિણીતાના પિતાને ફોન કરીને કહ્યું હતું કે, ઝરણાને અહીં હમણાં ન મોકલતા એને પછી જ્યારે આવું હોય ત્યારે એકલી આવી જશે અમે કોઈ તેડવા આવશું નહીં. માવતરે વડીલો મારફતે સમાધાન કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ સાસરીયા પક્ષને સમાધાન કરવું ન હતું. તે દિવસે આજ દિવસ સુધી સાસરિયામાંથી તેડવા માટે કે સમાધાન માટે કોઈ ફોન ન આવતા કંટાળીને આખરે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ સસરા, બે નણંદ, દિપર અને દેરાણી વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application