જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહેતા એક શખ્સ સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં દારૂ અંગેનો કેસ નોંધાયો હતો, જે કેસ ના ફરારી આરોપીને પોલીસે ઝડપી લીધો છે.
જામનગરમાં ઇન્દિરા કોલોની શેરી નંબર -૨ માં રહેતા અને મૂળ પડધરી તાલુકાના હરીપર ગામના વતની મુકેશ ઉર્ફે ઝોન ખીમજીભાઈ સિંધવ નામના શખ્સ સામે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પાંચ માસ પહેલાં ઇંગ્લિશ દારૂ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો, અને તે કેસમાં નાસતો ફરતો રહ્યો હતો.
જે આરોપીને ગઈકાલે સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે દિગજામ સર્કલ જુના ઓવર બ્રિજ પાસેથી ઝડપી લીધો છે, અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech