BREAKING NEWS

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે: રાજ્યપાલે આહવાન કર્યું

  • August 03, 2026 07:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના રાજ્યપાલ દ્વારા વિધાનસભાના નવમા સત્રનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ અંગેની અધિકૃત માહિતી આપતાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે, રાજ્યપાલ તરફથી સત્ર બોલાવવાની મંજૂરી મળી ગઈ છે, જેના પગલે આગામી ચોમાસું સત્ર યોજવા માટેની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.


આગામી ચોમાસું સત્ર તારીખ ૮ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન એમ કુલ ત્રણ દિવસ માટે મળશે. આ ટૂંકા સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિવિધ મહત્વના વિધેયકો (બિલ) ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રજાકીય પ્રશ્નો, રાજ્યની વર્તમાન સ્થિતિ અને જનહિતના મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application