BREAKING NEWS

ગુજરાત પર ફરી માવઠાના મારની આગાહી... રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં નોંધાયું

  • March 26, 2026 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના મોટાભાગના રાજ્યોમાં તોફાની પવન સાથે વરસાદ પડી રહ્યો છે. પરંતુ ગુજરાતમાં માવઠાની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગ જણાવે છે. જોકે આજે સવારે રાજસ્થાનમાં સાઉથ ઇસ્ટ દિશામાં દરિયાની સપાટીથી 1.5 કીલોમીટરથી 3.1 કીલોમીટરની ઊંચાઈ પર અપર એર સાયક્લોનિક સરકયુલેશન જોવા મળ્યું છે અને તેના કારણે કચ્છમાં વરસાદની શક્યતા ખાનગી હવામાન એજન્સીએ વ્યક્ત કરી છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ની સિસ્ટમના કારણે ગુજરાતમાં વાદળોનું પ્રમાણ જોવા મળે છે અને તેના કારણે આગામી પાંચ દિવસમાં ગરમીના પ્રમાણમાં બે થી ત્રણ ડિગ્રી નો ઘટાડો થવાની શક્યતા છે.


હવામાન વિભાગના જણાવ્યા મુજબ તા. 28 ના રોજ નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉભું થઈ રહ્યું છે અને તેના કારણે દેશના અન્ય રાજ્યોમાં વરસાદના પ્રમાણમાં વધારો થશે. દરમિયાનમાં ગઈકાલે રાજકોટમાં મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી હતું જે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું હતું. અમરેલીમાં 38.5, ભાવનગરમાં 35.7, ભુજમાં 37, ડીસામાં 36.4, દ્વારકામાં ૩૦, કડલામાં 35.3, નલિયામાં 34.2, ઓખામાં 31.4, પોરબંદરમાં 33.2, સુરતમાં 37.8, અમદાવાદમાં 37.1 અને વડોદરામાં 37.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application