ધ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી યુનિફોર્મ સ્ટેચ્યુટ અને કોમન યુનિવર્સિટી એકટ અમલમાં આવ્યા પછી પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ પ્રથમ વખત લેવાઈ રહી છે અને તેમાં 29 વિષય માટે 224 સીટ ઉપલબ્ધ હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે.
નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (નીટ)ની પરીક્ષા જેમણે પાસ કરી હશે તે ઉમેદવારો જ પીએચડી માટે પાત્ર ગણાશે તેવો આદેશ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બહાર પાડ્યો છે. જોકે આદેશની અમલવારી આગામી દિવસોમાં લેવાનારી પીએચડી ની પરીક્ષાથી લાગુ કરવાના બદલે જૂની અસરથી લાગુ કરવામાં આવતા ભૂતકાળમાં પરીક્ષા આપ્નાર હજારો વિદ્યાર્થીઓની ભૂતકાળની પરીક્ષા રદ થઈ છે.
યુનિવર્સિટીના સુત્રોના જણાવ્યા મુજબ નીટ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને પણ ફરજિયાત બનાવી નથી. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આ નિર્ણય ભૂતકાળમાં પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરનાર અનેક વિદ્યાર્થીઓ માટે અન્યાય છે. નીટની લાયકાત મરજીયાત રાખવી જોઈએ અથવા તો નવી પરીક્ષાથી તેનો અમલ કરવો જોઈએ તેવી માંગણી ઉઠી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે 29 વિષયમાં 224 સીટ જાહેર કરી છે તેમાં એપ્લાઇડ ફિઝિક્સમાં ચાર બોટની માં બે કેમેસ્ટ્રીમાં છ કોમર્સમાં 28 કોમ્પ્યુટર સાયન્સમાં 10 ઇકોનોમિક્સ માં 13 એજ્યુકેશનમાં 31 અંગ્રેજીમાં ત્રણ ફૂડ ન્યુટ્રીશનમાં ત્રણ જનરલ હોમ સાયન્સ વોકલ હુમન રાઈટમાં એક એક ગુજરાતીમાં 8 હિન્દી માં 13 લો માં સાત બિઝનેસ મેનેજમેન્ટમાં પાંચ હિસ્ટ્રીમાં ચાર ફાર્મસીમાં છ પોલિટિકલ સાયન્સમાં બે ફિઝિક્સમાં નવ ફીઝીઓ થેરાપીમાં ચાર રૂરલ સ્ટડીઝમાં બે સોશયોલોજીમાં સાત સંસ્કૃતમાં 19 માઇક્રોબાયોલોજીમાં ચાર ફિઝિકલ એજ્યુકેશનમાં બે અને ઝુલોજીમા ચાર બેઠકનો સમાવેશ કરાયો છે.
પરીક્ષા માટેના ફોર્મ જીકાસ મારફત એક ઓક્ટોબરથી ભરવાનું શરૂ થઈ ગયું છે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થયા પછી પરીક્ષા માટેનું આયોજન જાહેર કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોખડા ચોકડી પાસે રોંગ સાઈડમાં આવેલી બોલેરોએ કારને હડફેટે લેતા આધેડનું મોત
May 03, 2025 11:20 AMજી.જી. હોસ્પીટલના જુના બિલ્ડીંગમાં સાયબર અવેરનેશ પોસ્ટર લગાવાયા
May 03, 2025 11:19 AMસોમવારે પૂ. શંકરાચાર્યજીના હસ્તે દરેડમાં પરશુરામ મંદિરનું થશે ભૂમિપુજન
May 03, 2025 11:17 AMભારતની પાકિસ્તાનને વૈશ્વિક એજન્સીઓ પાસેથી મળવાપાત્ર ભંડોળ રોકવાની યોજના
May 03, 2025 11:13 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech