સોમનાથ મંદિર ૧૮મી સદીમાં જયારે જીર્ણ અવસ્થામાં હતું ત્યારે સોમનાથ તીર્થમાં શિવપૂજાને અખડં રાખવા ઇન્દોરના મહારાણી અહલ્યાબાઇએ પ્રભાસ તીર્થમાં સોમનાથ મંદિર નજદીક જ શિવ મંદિરનું નિર્માણ કરાવેલ. મહાદેવના શિવલિંગની સ્થાપના કરી આ કાર્ય એ પણ પોતાના રાજયનો હિસ્સો ન હોવા છતાં આટલા માઇલો દૂર રહી આ ધર્મકાર્ય કરી મહારાણી અહલ્યાબાઇએ ભોંયરામાં વિશાળ શિવલિંગ પ્રતિિ ત કરી સોમનાથની પૂજાની પરંપરા જાળવી રાખી જે આજ પયત ચાલુ રહી છે.
આ મંદિરનું શિખર કમલાકાર છે જયાં જાતે પૂજા–પાઠ, શિવ જળાભિષેક કરી શકાય છે. મંદિર પરિસરમાં મહારાણી અહલ્યાબાઇ હોલકરની પ્રતિમા મુકવામાં આવી છે. જેનું મુખ સદાય શિવલિંગ દર્શન કરતું રહે છે.
અહલ્યાબાઇ હોલકર જન્મ તા.૩૧–૫–૧૭૨૫, સ્વર્ગવાસ તા.૧૩–૮–૧૭૯૫.
સોમનાથના ભાસ્કર વૈધના જણાવ્યા મુજબ ગાયકવાડ સરકારમાં આ મંદિરમાં મહારાષ્ટ્ર્રીયન ટમુ પુજારી, મનુ પુજારીઓ હતાં.
હાલ નવનિર્મીત પ્રવેશદ્રાર પાસે મોટો ગઢની રાંગ જેવો દરવાજો અને તેમાં ઝરૂખા ઉપર બેસી શરણાઇ, ઢોલ, નગારાવાદક આરતી પહેલા ચોઘડીયા વાધ વાદન કરતા આરતી સમયે વીરાભાઇ નામના ભોઇ સમગ્ર આરતી દરમિયાન મશાલ સાથે ઉભવાની પરંપરા હતી.
૧૯૭૮થી અહિલ્યાબાઇ મંદિર નિર્મીત મંદિર યથાવત રાખી દર્શનાર્થીઓ માટે સુવિધાઓ વધારવામાં આવી અને ૨૦૧૮થી સંપૂર્ણ નવો ઓપ આપવામાં આવ્યો છે.
સરદાર વલ્લ ભભાઇ પટેલે સોમનાથ મંદિરના નવ નિર્માણનો જે સંકલ્પ કર્યેા તો તેની જાહેરસભા આ મંદિરની પાસે આવેલ વડના વૃક્ષ નીચે થઇ હતી. ભારત સરકારે અહલ્યાબાઇ હોલકરની સ્મૃતિમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડેલ હતી. ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ ડિસ્કવર ઓફ ઇન્ડિયા પુસ્તકમાં લખ્યું છે કે, પુણ્ય શ્ર્લોક માતોશ્રી અહલ્યાબાઇએ ઇન્દોર માલવા વિસ્તાર ઉપર ૩૦ વર્ષ શાસન કયુ હતું. જેઓ એક દંતકથા સમાન છે. તે અસરકારક કાયદો, વ્યવસ્થા, ન્યાયી શાસન, કુશળ રાજકર્તા, ઉત્તમ વહીવટદાર હતાં કે જેને આજે પણ લોકો યાદ કરે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application