રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયા બાદ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચનું તંત્ર ખાડે ગયું હોવાનું તેમજ વિકાસ ઠપ્પ થઇ ગયો હોવાની વ્યાપક રજૂઆતો થઇ હતી ત્યારબાદ ટાઉન પ્લાનિંગ ઓફિસરની પણ બદલી કરવામાં આવી હતી. દરમિયાન ધીમી ગતિએ ફરી ટીપી બ્રાન્ચનું તંત્ર થાડે પડવાનું શરૂ થતાની સાથે ભ્રષ્ટાચારના ભોરિંગે ફરી ફૂંફાડો માર્યો છે. તાજેતરમાં કોઠારીયા રોડ ઉપર ફર્નિચર ના શોરૂમ જેવા એક ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવએ ચાર લાખનો વહીવટ કર્યાનો ખુલ્લો આક્ષેપ બાંધકામ કરનારે કરતા ખળભળાટ મચી ગયો છે.
રાજકોટના કોઠારીયા રોડ ઉપર વોર્ડ નં.૧૬ની પુનિત સોસાયટીમાં તા.૨૯-મે-ના રોજ ત્રણ માળના કારખાનાનુ ડિમોલિશન થયા બાદ ભાજપના સક્રિય કાર્યકર અને કારખાનાના માલિકે તે જ વિસ્તારના કોર્પોરેટર નરેન્દ્ર ડવ સામે સણસણતા આક્ષેપો કર્યા હતા. તેમણે કહયું હતું કે, ડિમોલિશન અટકાવવા માટે ડવ ચાર લાખ લઈ ગયા છતા કારખાનાનું ડિમોલિશન થયું છે. ટી.પી.શાખાના પૂર્વ ચેરમેન એવા નરેન્દ્ર ડવ સામે પૈસા લીધાનો આક્ષેપ થતા રાજકીય વર્તુળોમાં તેની ચર્ચાઓ ચાલતી થઈ છે.
કારખાનેદારે કહયું હતું કે વોર્ડ નં.૧૬ના કોર્પોરેટર નરેન્દ્ર ડવે મારી પાસેથી કવરમાં ચાર લાખ માગ્યા હતા અને કહયુ હતુ કે તમારૂ ગેરકાયદે બાંધકામ છે તે તૂટતુ અટકાવવું હોય તો વહિવટ આપવો પડશે. સાહેબ માટે પૈસા આપો. મારી પાસેથી બે વર્ષ પહેલા ચાર લાખ આપી લીધા બાદ પણ ગઈ કાલે મારું કારખાનું તોડી પાડવામાં આવ્યું છે.
જ્યારે આ મામલે ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા તેમનો મોબાઇલ સતત સ્વીચ ઓફ આવ્યો હતો. પુનિતનગરમાં ત્રણ માળનું બાંધકામ હતું અને તેના ગેરકાયદે બાંધકામ અંગે ૨૦૨૩માં તા.૩૧ મે-ના રોજ ટી.પી.ની નોટિસ આપવામાં આવી હતી. બાદમાં ૯ એપ્રિલ ૨૦૨૫ના બીજી નોટિસ આપવામાં આવી હતી અને ગઈકાલે ઈસ્ટ ઝોન ટી.પી. બ્રાંચે ડિમોલિશન કરી નાખ્યું હતું.
નરેન્દ્ર ડવનો મોબાઇલ સતત સ્વીચ ઓફ
ભાજપના કોર્પોરેટરે તોડ કર્યા નો આક્ષેપ થતા આ મામલે કોર્પોરેટર નરેન્દ્ર નવનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા આજે સવારથી તેમનો મોબાઈલ સતત સ્વીચ ઓફ આવ્યો હતો તેમજ આજે તેઓ મહાનગરપાલિકા કચેરીમાં પણ ક્યાંય જોવા મળ્યા ન હતા. તદઉપરાંત રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી આ મામલે કોર્પોરેટર નો ખુલાસો પૂછવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે.
ટીપીઓ રજા ઉપર ઉતરી ગયા
ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા કરાતી કામગીરી સામે ગઈકાલે કોર્પોરેટરોમાંથી ભારે વિરોધ વંડોળ ઊઠ્યા બાદ મેર ચેમ્બરમાં મીટીંગ યોજવામાં આવી હતી અને તેમાં કડક સૂચનાઓ જારી કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે ત્રણ ત્રીસ કલાક પછી ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવ સામે આક્ષેપનો મામલો બહાર આવ્યો હતો. ટીપી બ્રાન્ચ ફરી વિવાદોમાં સફળતા હાલ ટાઉન પ્લાનિંગ ઓફિસર રજા ઉપર ઉતરી ગયા હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં મેઘાના આગમને સમુદ્રમાં ૧ર થી ૧પ ફૂટ મોજાં ઉછળ્યા
June 17, 2025 12:31 PMદ્વારકામાં ટ્રાફીકનો નિયમ ભંગ કરનાર દંડાયા : ૧૭ વાહન ડિટેઇન
June 17, 2025 12:23 PMમશ્કરી... હાલારની ર૯૯ સરકારી શાળાને સાધનો, ખર્ચ માટે રૂ. ૫૦૦૦ ની ગ્રાન્ટ !
June 17, 2025 12:19 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર: વાતાવરણમાં ઠંડક પ્રસરી
June 17, 2025 12:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech