ધારી–ચલાલા–વિસાવદર પંથકના લાખો લોકો છેલ્લ ા ઘણા વર્ષેાથી રેલવેની પ્રાથમિક સુવિધાથી વંચિત છે. મીટર ગેજ ટ્રેન સેવાને બ્રોડગેજમાં પાંતરિત કરવાના વાયદાઓ માત્ર કાગળ પર રહી જતાં સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે હવે ત્રણેય તાલુકાના અગ્રણીઓએ ભેગા મળીને રેલ બચાવો આંદોલન સમિતિની રચના કરી છે અને સરકાર સામે મોરચો માંડવાનો નિર્ણય લીધો છે.બ્રોડગેજનું સપનું બતાવીને જનતાને માત્ર લોલીપોપ આપવામાં આવી છે. વર્ષેા વીતી જવા છતાં કામગીરીમાં કોઈ નક્કર પ્રગતિ જોવા મળતી નથી. છેલ્લે ૧૮ મહિના સુધી મીટર ગેજ ટ્રેન સેવા બધં રાખ્યા બાદ હવે યારે સેવા શ થઈ છે, ત્યારે તેના ભાડા સામાન્ય મુસાફરો અને ગરીબ વર્ગ માટે પરવડે તેમ નથી. ડબલ એકસપ્રેસ ભાડા વસૂલીને મુસાફરો પર આર્થિક બોજ લાદવામાં આવ્યો છે. ત્રણેય તાલુકાના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તાત્કાલિક ધોરણે મીટર ગેજને બ્રોડગેજમાં પાંતરિત કરવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રેલવે સેવા એ અમારો હક છે અને જનતા હવે આ અન્યાય સામે ચૂપ બેસવા તૈયાર નથી. જનતાની આ વાજબી માંગને ધ્યાનમાં રાખી ત્વરિત કાર્યવાહી કરવામાં આવે, અન્યથા જનઆક્રોશનો સામનો કરવા તૈયાર રહેવું પડશે તેમ જણાવ્યું છે