BREAKING NEWS

લોકમેળામાં વહીવટી તંત્રને ઐતિહાસિક આવક થતા કુલ આંકડો રૂ. ૩ કરોડને પાર

  • August 06, 2026 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના જન્માષ્ટમી લોકમેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી વિવિધ સ્ટોલની હરાજી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થતાં તંત્રને ઐતિહાસિક આવક થઈ છે. એક્સ્પો, ખાણી-પાણી, યાંત્રિક રાઇડ્સ, આઇસક્રીમ સહિતના વિવિધ પ્રકારના સ્ટોલની હરાજી પૂર્ણ થતાં કુલ આવકનો આંકડો રૂ. ૩ કરોડને પાર પહોંચી ગયો છે. આ સાથે લોકમેળાના આયોજન માટેની તૈયારીઓને વધુ વેગ મળ્યો છે.

રાજકોટના આગામી જન્માષ્ટમી લોકમેળા માટે દક્ષિણ મામલતદાર કચેરી ખાતે વહીવટી તંત્ર દ્વારા હરાજી પ્રક્રિયા રાખવામાં આવી હતી. લોકમેળામાં દર વર્ષે મોટી સંખ્યામાં વેપારીઓ ભાગ લેતા હોય છે અને આ વર્ષે પણ વિવિધ કેટેગરીના સ્ટોલ માટે વેપારીઓમાં ભારે સ્પર્ધા જોવા મળી હતી. હરાજી દરમિયાન અનેક સ્ટોલ માટે ઊંચી બોલી લાગતા વહીવટી તંત્રને અગાઉના વર્ષોની સરખામણીએ આ વર્ષે વધુ આવક થઈ છે. ખાસ કરીને યાંત્રિક રાઇડ્સ, ફૂડ ઝોન, એક્સ્પો વિભાગ અને આઇસક્રીમ સ્ટોલ માટે વેપારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હરાજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સ્ટોલ ધારકોને સ્થળ ફાળવણી, જરૂરી દસ્તાવેજોની ચકાસણી અને અન્ય વહીવટી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. લોકમેળામાં મુલાકાતીઓ માટે સુરક્ષા, સ્વચ્છતા, પાર્કિંગ, ફાયર સેફ્ટી, ટ્રાફિક વ્યવસ્થા અને અન્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા વિવિધ વિભાગો દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવશે. વહીવટી તંત્રનું માનવું છે કે આ વર્ષે લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા છે. તેથી તમામ આયોજન સમયસર પૂર્ણ કરીને મુલાકાતીઓને સુવિધાજનક અને સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રૂ. ૩ કરોડથી વધુની આવક સાથે આ વર્ષની હરાજી લોકમેળાના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે નોંધાઈ છે. આ તકે લોકમેળા સમિતિના અધિકારીઓમાં ટીનાબેન કલ્યાણ, અજય ઝાંપડા, હર્ષદીપ આચાર્ય, રાજેન્દ્રસિંહ સરવૈયા, નિલેશ અજમેરા, યોગીરાજસિંહ ગોહિલ, વસીમ રિઝવી, ધવલ પરમાર, વિમલ પરમાર સહિતના અનેક અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યરત છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News