આગામી સમયમાં પોતાના અંગત સ્વાર્થ માટે પક્ષપલટા કરતા સાંસદો અને ધારાસભ્યોની મુશ્કેલીઓ વધે તેવી સંભાવના પ્રબળ બની છે. વરિ વકીલ કપિલ સિબ્બલએ બંધારણની દસમી અનુસૂચિ (જેમાં પક્ષપલટા વિરોધી કાયદો શામેલ છે) તેના વર્તમાન અર્થઘટનને પડકાર્યેા છે. તેના પગલે સુપ્રીમ કોર્ટે અવલોકન કયુ કે ભારતના પક્ષપલટા વિરોધી કાયદામાં ઘણી સમસ્યાઓ છે. જોકે, કોર્ટે એ પણ નોંધ્યું કે આ કાયદો સંસદમાં બેઠેલા ધારાસભ્યો દ્રારા ઘડવામાં આવ્યો હતો. જસ્ટિસ પી.એસ. નરસિંહા અને આલોક આરાધેની બનેલી બેન્ચે વરિ વકીલ કપિલ સિબ્બલ દ્રારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન આ અવલોકન કયુ હતું બેન્ચે સિબ્બલની અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી. બેન્ચે અવલોકન કયુ કે આવા મુદ્દાઓ આદર્શ રીતે ગૃહમાં ઉઠાવવા જોઈએ. બેન્ચે અવલોકન કયુ કે દસમી અનુસૂચિનો હેતુ ધારાસભ્યોમાં કામકાજની રીતને નિયંત્રિત કરવાનો છે.બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે અમે દસમી અનુસૂચિને સમર્થન આપ્યું છે. અમે તેની તપાસ કરી રહ્યા છીએ. દસમી અનુસૂચિમાં ઘણી સમસ્યાઓ છે. પરંતુ તે કોણે બનાવી? તે સંસદસભ્યોએ જ બનાવી હતી. સિબ્બલે કહ્યું કે સંસદસભ્યો, કોર્ટની જેમ, કયારેક ભૂલો કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ મુદ્દો કયારેય ઉકેલાઈ શકે નહીં કારણ કે તે સત્તામાં રહેલા લોકોને ફાયદો પહોંચાડે છે.અહી જણાવી દઈએ કે અરજી બળવાખોર જૂથ વિશે હતી.સિબ્બલે દસમી અનુસૂચિના અર્થઘટનને પડકાયુ હતું, જે અલગ થયેલા જૂથોને મર્જ કરીને પક્ષપલટા વિરોધી કાયદાથી બચવા દે છે.સોમવારે, બેન્ચે સિબ્બલને પૂછયું કે તેમણે કલમ ૩૨ હેઠળ અરજી કેમ દાખલ કરી. સિબ્બલે જવાબ આપ્યો કે સંબંધિત કેસ પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.