દેવભૂમિ દ્વારકા: સફાઇ કામદારને ભૂગર્ભ ગટર તેમજ ખાળકૂવામાં ઉતારવા પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા: સફાઇ કામદારને ભૂગર્ભ ગટર તેમજ ખાળકૂવામાં ઉતારવા પર પ્રતિબંધ
September 12, 2026 12:10 PM
દેવભૂમિ દ્વારકા: સફાઇ કામદારને ભૂગર્ભ ગટર તેમજ ખાળકૂવામાં ઉતારવા પર પ્રતિબંધ
ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્ઝર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ-૨૦૧૩ અંતર્ગત ફોજદારી કાર્યવાહી અને મોટું વળતર ચુકવવવાની જોગવાઈ છે
કેન્દ્ર સરકાર દ્વારા મેન્યુઅલ સ્કેવેન્જર્સની પ્રથા નાબુદ કરવા સંદર્ભે ‘‘ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્ઝર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ-૨૦૧૩”નો તા.૧૯/૦૯/૨૦૧૩ તથા તે હેઠળ બનેલ નિયમોનો તા.૧૨/૧૨/૨૦૧૩થી સમગ્ર દેશમાં અમલ કરવામાં આવેલ છે. આ કડક કાયદાનો મુખ્ય હેતુ કોઈપણ સફાઇ કામદારને ભૂગર્ભ ગટર તેમજ ખાળકૂવામાં સફાઇ કરાવવા, ઊંડે ઉતરવા/ઉતારવા પર પ્રતિબંધ ફરમાવી, ગેસ ગળતરને કારણે કામદારોના સંભવિત મૃત્યુની દુર્ઘટના સંપૂર્ણ રીતે અટકાવવાનો છે.
આથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ખાનગી મિલ્કત/ સોસાયટી/ફલેટ/ રહેણાંક વસાહત /હોટલ /દુકાન /રેસ્ટોરન્ટ /હોસ્પીટલ /પેઢી /કારખાના /સંસ્થા /ધર્મશાળા /ગેસ્ટ હાઉસ/ સમાજવાડી/ ધાર્મિક સ્થળો/ શાળા/ કોલેજ /હોસ્ટેલ વગેરેની અંદર કે આજુબાજુમાં આવેલ ભૂગર્ભ ગટર તેમજ ખાળકુવા સાફ કરવા માટે ક્યારેય કોઈપણ સફાઇ કામદારોને ભૂગર્ભ ગટર/ખાળકૂવા સફાઇ કરાવવા માટે ઊંડે ઉતારવાના રહેશે નહિ કે આ માટે કોઈ ફરજ પાડી શકશે નહી.
આ અધિનિયમ અનુસાર ગટર સફાઇ દરમિયાન થતાં મૃત્યુ તથા દિવ્યાંગતાના કિસ્સામાં જે વ્યક્તિ /સંસ્થા /સોસાયટી /કોન્ટ્રાકટર દ્વારા સફાઇ કામદારોને ગટર સફાઇ માટે રોકવામાં આવેલ હોય તેમની સામે ગેરકાયદેસર કૃત્ય બદલ ફોજદારી રાહે પગલા ભરવાની જોગવાઈ છે. વધુમાં સુપ્રિમ કોર્ટના (રીટ પિટિશન નં. ૫૮૩/૨૦૦૩ના તા.૨૭/૦૩/૨૦૧૪ના) ચુકાદાથી ગટર ગૂંગળામણને કારણે મૃત્યુ પામેલ સફાઇ કામદારો કેસમાં તેમના વારસદારોને રૂ.૧૦ લાખનું વળતર ચૂકવવા આદેશ છે. તા.૨૦/૧૦/૨૦૨૩ના ચુકાદા મુજબ વળતરની રકમમાં વધારો કરી રૂ.૩૦ લાખ ચૂકવવા આદેશ છે. મૃતકોના વારસદારોને જો રૂ.૧૦ લાખનું ચૂકવણું કરવાનું બાકી હોય તેવા તમામ વરસદારોને રૂ.૩૦ લાખનું ચૂકવણું કરવા તેમજ ગટર સફાઇ દરમ્યાન ઉદભવતી દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતા અનુસાર ન્યૂનતમ રૂ.૧૦ લાખનું વળતર અને કાયમી દિવ્યાંગતાના કિસ્સામાં ન્યૂનતમ રૂ.૨૦ લાખનું વળતર ચૂકવવા આદેશ કરેલ છે. જેની જાહેર જનતાને જાણ થવા તેમજ નોંધ લેવા તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તેમજ દેવભૂમિ દ્વારકા નાયબ નિયામક અનુ.જાતિ ક્લ્યાણની યાદીમાં જણાવાયું છે.
કાનૂની ફરજ ઉપરાંત માનવતાની દ્રષ્ટ્રીએ પણ આ જોખમી કામગીરી અપરાધ સમાન હોવાથી સૌ સાથે મળી ગેસ ગળતરથી સફાઈ કામદારોના થતાં અકાળે મૃત્યુને સંપૂર્ણપણે અટકાવી.