BREAKING NEWS

જામનગર: ઘુમલી મુકામે શ્રી ગણેશ ચોથ મહોત્સવનુું ભવ્ય આયોજન

  • September 12, 2026 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ઘુમલી મુકામે શ્રી ગણેશ ચોથ મહોત્સવનુું ભવ્ય આયોજન

મહેશ્વરી સંપ્રદાયમાં અનેરો હર્ષોલ્લાસ: મહાઆરતી, અન્નકૂટ, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે

સમસ્ત મહેશ્વરી સંપ્રદાયના પરમ પૂજય ઈષ્ટદેવશ્રી લુણંગ ગણેશ દેવનું સ્થાનક દેવભૂમિ દ્વારકા જીલ્લાના, ભાણવડ તાલુકાના ઘુમલી મુકામે કે જે બરડા ડુંગરની તળેટીમાં ઘુમલી નામનું ઐતિહાસિક તેમજ ભરપુર કુદરતી સૌંદર્ય ધરાવતું સ્થળ આવેલું છે જયાં સોનકંસારીની પૌરાણીક જગ્યા તેમજ ડુંગરની ટોચે આવેલ માં આશાપુરાનું મંદિર તેમજ તળેટીએ આવેલ શ્રી લુણંગ ગણેશ દેવનું પવિત્ર મંદિર આવેલ છે.

આ પવિત્ર સ્થળે ઘણાં વર્ષોથી મહેશ્વરી સંપ્રદાયના ધાર્મિક મેળા યોજવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં યાત્રાળુ પગપાળા તેમજ જુદા જુદા વાહનો દ્વારા દર્શનાર્થે આવે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી ભાદરવા સુદ-૪ ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે શ્રી ઘુમલી ગણેશ મહેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ, ઘુમલી દ્વારા શ્રી ગણેશ ચોથ ઉત્સવ-૨૦૨૬ નું ભવ્ય આયોજન તા.૧૪-૦૯-૨૦૨૬, સોમવારના રોજ આયોજન કરેલ છે.

જેમાં ધાર્મિક કાર્યક્રમો ભાદરવા સુદ-૪, તારીખ ૧૪-૦૧-૨૦૨૬ ના સોમવારના દિવસે ભાણવડ તાલુકાના મોજે ઘુમલી મુકામે આવેલ શ્રી લુણંગગણેશ મંદિરે સવારે : ૯-૩૦ કલાકે અન્નકોટ દર્શન, સવારે:૧૧-૦૦ કલાકે નૂતન ધ્વજારોહણ, સવારે : ૧૨-૦૦ કલાકે મહાઆરતી ત્યારબાદ બપોરે : ૧૨-૩૦ કલાકે મહાપ્રસાદના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

શ્રી ગણેશ ચોથ ઉત્સવ: ૨૦૨૬ માં મહાપ્રસાદનો સહયોગ સ્વ.વેશીભાઈ જીવાભાઈ વારસાખિયાના સ્મરણાર્થે શ્રી નીતિભાઈ વેરશીભાઈ વારસાખિયા તથા સંજયભાઈ વેરશીભાઈ વારસાખિયા, ગામ : ભણગોર, તા.લાલપુર, જી.જામનગર દ્વારા મળેલ છે.

કુદરતી સૌંદર્ય ધરાવતાં એવા બરડા ડુંગરની તળેટીમાં જંગલ વિસ્તારમાં આવેલ સમસ્ય મહેશ્વરી સંપ્રદાયના શ્રી લુણંગ દેવના મંદિરના સ્થાનકે ધાર્મિક ઉત્સવ દરમ્યાન કોઈને અગવડ ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા જનરેટર દ્વારા લાઈટ, પાણી, ભોજન, આરામ માટેની વ્યવસ્થા, બારમતીપંથના આયોજન માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
​​​​​​​
આ ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા માટે હોદેદારોે રાણાભાઈ વારસાખિયા,  કે.ડી. માતંગ, કાનજીભાઈ ફફલ, કિરણકુમાર એલ. ગડણ, , જયંત વારસાખિયા,   કે.ડી. જોડ  માલશીભાઈ ગોરડીયા, ,ગાંગાભાઈ માતંગ, ગીરીશભાઈ માતંગ,  બાબુભાઈ જોડ, સતિષભાઈ ચુંયા,  બાબુભાઈ વિંજોડા, સમિતિના સભ્યો, સમાજના મંડળો / ટ્રસ્ટો, પંચ ધર્મગુરૂઓ, મહારાજ અને આગેવાનો તન-મન-ધનથી સહયોગ આપી જહેમત ઉઠાવી રહયા છે.

આ ધાર્મિક ઉત્સવમાં સમસ્ત મહેશ્વરી સંપ્રદાયના તમામ જ્ઞાતિજનો, ધર્મગુરૂશ્રીઓ, મહારાજશ્રીઓ તથા ધર્મપ્રેમી લોકોને ઉપસ્થિત રહેવા ટ્રસ્ટના પ્રમુખ  દ્વારા વાયક પાઠવવામાં આવે છે. તેમ મહામંત્રીની યાદીમાં જણાવવામાં આવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application