જામનગર: પરણિતા ઉપર દુષ્કર્મ ગુજારનારની જામીન અરજી ફગાવતી સેશન્સ કોર્ટ
જામનગર: પરણિતા ઉપર દુષ્કર્મ ગુજારનારની જામીન અરજી ફગાવતી સેશન્સ કોર્ટ
September 12, 2026 01:30 PM
જામનગર: પરણિતા ઉપર દુષ્કર્મ ગુજારનારની જામીન અરજી ફગાવતી સેશન્સ કોર્ટ
ફરીયાદી ભોગ બનનાર પરણિતા ધ્વારા આરોપી હુશેન આમદભાઈ રાવકરડા વિરૂધ્ધ બી.એન.એસ. ની કલમ ૬૪(૨) (એમ) તથા ૩૫૧(૩) મુજબની ફરીયાદ નોંધાવેલ કે આરોપી હુશેન આમદભાઈ રાવકરડા તેના પતિના મિત્ર થતા હોય અને ઉપરોકત તારીખે ભોગ બનનારનો પતિ ઘરે હાજર ન હોય ત્યારે હુશેને ભોગ બનનારને જણાવેલ કે મારી પાસે તારા સબુત છે જો હુ કહુ તેમ નહીં કરે તો તારા પતિને બધી વાતચીત કરી દઈશ. ત્યારબાદ રાત્રીના સાડા બારેક વાગ્યે આ કામનો આરોપી હુશેન ભોગ બનનારના ઘરે આવેલ અને આ કામના ભોગ બનનાર ફળીયામાં તેના નાના દિકરા સાથે સુતી હતી ત્યારે હુશેને આવીને કહેલ કે જો તુ મને શરીર સંબંધ બાંધવા નહી દે તો છરીથી તારા છોકરાને જાનથી પતાવી દઈશ તેવી ધમકી આપતા ભોગ બનનાર ડરી ગયેલ અને હુશેન ધ્વારા તેની સંમતિ વગર ડરાવી ધમકાવીને શરીર સંબંધ બાંધેલ અને ત્યારબાદ પણ વારંવાર ધમકી આપી બળાત્કાર ગુજારેલ જેથી ભોગ બનનારને ફરીયાદ ઉપરથી આ કામના આરોપી હુશેન આમદભાઈ રાવકરડાને પોલીસ દ્વારા ધરપકડ કરી જેલ હવાલે કરેલ ત્યારબાદ આરોપીએ પોતાના વકીલ મારફત સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી રજુઆત કરેલ તેની સામે સરકાર તરફે સરકારી વકીલ હાજર થઈ દલીલ કરેલ તમામ દલીલો ધ્યાને લઈ વી. પી. અગ્રવાલ દ્વારા આરોપી હુશેન આમદભાઈ રાવકરડાની જામીન અરજી ફગાવેલ છે. આ કેસમાં સરકાર તરફે વકીલ રાજેશ કે. વસીયર ઉપસ્થિત રહ્યાં હતાં.