BREAKING NEWS

આવાસ યોજનાઓમાં મનપાના દરોડા ભાડુઆત મળતા છ ફલેટ સીલ કરાયા

  • September 12, 2026 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જનરલ બોર્ડમાં પ્રથમ ક્રમે આવાસનો પ્રશ્ન પૂછાતા જવાબ આપવા જેટલું કામ કરવા તત્રં દોડું

વિજિલન્સ પોલીસના બંદોબસ્ત સાથે રૈયાધાર, રેલનગર, ભગવતીપરામાં ટીમ ત્રાટક


રાજકોટ મહાનગરપાલિકાની આગામી જનરલ બોર્ડ મિટિંગમાં પ્રશ્નકાળના પ્રથમ ક્રમે મ્યુનિ. આવાસો અંગેનો પ્રશ્ન ઇનવર્ડ થતાં હવે જવાબ આપવા જેટલી કામગીરી કરવા માટે તત્રં દોડું છે. દરમિયાન ગઇકાલે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી ત્રણ આવાસ યોજનામાં વિજિલન્સ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દરોડા કાર્યવાહી હાથ ધરતા છ લેટમાં મૂળ લાભાર્થીને બદલે ભાડુઆત રહેતા હોવાનું મળી આવતા તમામ લેટ તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યા હતા.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ, ગઇકાલે હાથ ધરેલા ચેકિંગ દરમિયાન વિનોબા ભાવે ટાઉનશીપ–ભગવતીપરામાં ચાર, મહારાણા પ્રતાપ ટાઉનશીપ–રેલનગરમાં એક, જીજાબાઈ ટાઉનશીપ–રૈયાધારમાં એક સહિત કુલ છ લેટમાં મૂળ લાભાર્થીને બદલે ભાડુઆત રહેતા હોવાનું ઝડપાતાં મહાનગરપાલિકાનાં આવાસ યોજના વિભાગ દ્રારા તત્કાલિક અસરથી તમામ છ લેટ સીલ કરવામાં આવ્યા હતા.  દરમિયાન હવે આ છ ફલેટના લાભાર્થીને શોધી નોટિસ ફટકારી દડં વસુલવા કાર્યવાહી કરનાર હોવાનો નિર્દેશ સ્ટાફના વર્તુળોએ આપ્યો હતો. આગામી દિવસોમાં પણ ચેકિંગ કામગીરી ચાલુ રહેશે અને જો કોઇ લેટમાં ત્રણ વખત ભાડુઆત મળશે તો કાયમી ધોરણે લેટનો કબજો પરત લેવા સુધીના પગલા લેવામાં આવશે. ટુંક સમયમાં લેટ ભાડે આપનાર લાભાર્થી સામે વધુ કડક કાર્યવાહી કરવા માટે આવાસ યોજના સમિતિની મિટીંગમાં ઠરાવ પણ પસાર થનાર હોવાનું જાણવા મળે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application