BREAKING NEWS

રાજકોટના ગઢકામાં કૂવામાં પડી જતા યુવકનું મોત, પાણી ભરવા જતા પગ લપસતા ખાબક્યો

  • October 28, 2026 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ભાવનગર રોડ પર ગઢકા ગામની સીમમાં આવેલા વાડીના કુવામાં ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું હતું. ખેતીકામ કરતો યુવક કુવામાં પાણી ભરવા માટે ગયો હતો દરમિયાન શરીરનું બેલેન્સ ગુમાવી દેતા પગ લપસ્યો હતો અને કુવામાં ખાબકતા બનાવ બન્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ગઢકા ગામે અશોકભાઇ કલોલાની વાડીમાં રહી ખેતમજૂરી કરતો મુકેશભાઇ છનાભાઇ નાયકા (ઉ.વ.૩૫)નો યુવક કાલે રાતે અગીયારેક વાગ્યે વાડીમાં આવેલા કૂવામાંથી પાણી ભરતો હતો ત્‍યારે પગ લપસી જતા કુવામાં અંદર પડી ગયો હતો. કેટલીક વાર સુધી પરત ન આવતા પરિવારજનો જોવા જતા યુવક કુવામાં પડી ગયાનું માલુમ પડ્યું હતું. તાકીદે વાડી માલિકને જાણ કરી હતી અને આસપાસના ખેતરમાં કામ કરતા લોકો ભેગા થઇ હતા તેને બેભાન હાલતમાં બહાર કાઢ્યો હતો અને 108ને જાણ કરતા ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. બનાવની જાણ આજીડેમ પોલીસને કરવામાં આવતા હેડકોન્‍સ. એમ. ડી. મુંધવા સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News