BREAKING NEWS

ખંભાળિયામાં અમાસ નિમિત્તે શિવ મંદિરોની આસપાસ સઘન સફાઈ ઝુંબેશ

  • September 12, 2026 01:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં અમાસ નિમિત્તે શિવ મંદિરોની આસપાસ સઘન સફાઈ ઝુંબેશ 

​​​​​​​ખંભાળિયામાં ગઈકાલે શુક્રવારે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે શહેરના જુદા જુદા શિવ મંદિરોમાં પૂજન-અર્ચન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ બાબતને ધ્યાનમાં લઈને શુક્રવારે સવારથી જ જામ ખંભાળિયા નગરપાલિકાના સેનીટેશન સમિતિના ચેરમેન પુષ્પાબેન મોહિતભાઈ વાઘેલા દ્વારા જાતે સફાઈ કામદારોની ખાસ ટીમને સાથે રાખીને જુદા જુદા વિસ્તારોમાં આવેલા શિવાલયોની આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશની કામગીરી કરવામાં આવી હતી. જેમાં મંદિરોની આજુબાજુના વિસ્તારોમાંથી કચરાના ઢગલાને ખાસ વાહનો મારફત નિકાલની કામગીરી હાથ ધરી, આ વિસ્તારોને ચોખ્ખા ચણક બનાવવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application