ઈરાનમાં યુદ્ધ શ થયા પછી અમેરિકાને ૩.૩ બિલિયન ડોલર એટલે કે ૩૩૦ કરોડ ડોલરનું નુકસાન થયું છે. યુએસ કોંગ્રેસના તાજેતરના અહેવાલમાં આ માહિતી બહાર આવી છે. કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસના નવા અહેવાલ મુજબ, ઈરાનમાં યુદ્ધ શ થયા પછી ઓછામાં ઓછા ૮૧ યુએસ લશ્કરી વિમાનો નાશ પામ્યા છે અથવા નુકસાન થયું છે, જેમાં અમેરિકાના કેટલાક સૌથી અધતન ફાઇટર જેટનો સમાવેશ થાય છે.અમેરિકા અને ઇઝરાયલે આ વર્ષે ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન સામે હત્પમલો કર્યેા, જેનાથી મધ્ય પૂર્વમાં ભીષણ યુદ્ધ શ થયું. ઈરાને મધ્ય પૂર્વમાં અમેરિકન ઠેકાણાઓને મોટા પાયે હત્પમલો કર્યેા છે, જેમાં યુએસ ફાઇટર જેટ, લશ્કરી વિમાનો અને સંરક્ષણ પ્રણાલીઓને નુકસાન થયું છે.કોંગ્રેસના અહેવાલ મુજબ, યુદ્ધ શ થયા પછી અમેરિકાએ એક એફ–૩૫એ લાઈટનિંગ સ્ટીલ્થ ફાઇટર અને ૧૨ એફ–૧૫ઈ સ્ટ્રાઈક ઇગલ ફાઇટર ગુમાવ્યા છે. આ વિમાનો કાં તો નાશ પામ્યા છે અથવા નુકસાન પામ્યા છે. સંઘર્ષની શઆતમાં ૨ માર્ચે કુવૈત પર મૈત્રીપૂર્ણ ગોળીબારમાં ત્રણ એફ–૧૫ ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા હતા. મૈત્રીપૂર્ણ ગોળીબારનો ઉપયોગ એવી પરિસ્થિતિનું વર્ણન કરવા માટે થાય છે યાં કોઈ ફાઇટરને પોતાના સૈન્ય તરફથી ગોળીબારથી નુકસાન થાય છે.પછીના મહિને ઈરાન પર બીજું જેટ તોડી પાડવામાં આવ્યું હતું. ૯ અને ૧૦ સપ્ટેમ્બરના રોજ જોર્ડનમાં મુવફાક સાલ્ટી એર બેઝ પર ઈરાની હવાઈ હત્પમલા દરમિયાન આઠ અન્ય એફ–૧૫ઈ ને પણ નજીવું નુકસાન થયું હતું.યુએસને એમકયુ–૯ રીપર ડ્રોનનું નોંધપાત્ર નુકસાન થયું છે. તેણે ઓછામાં ઓછા ૪૫ એમકયુ–૯ રીપર ડ્રોન ગુમાવ્યા છે. દરેક ડ્રોનની કિંમત ૩૦ મિલિયન ડોલરથી ૫૦ મિલિયન ડોલર ની વચ્ચે હોવાનો અંદાજ છે. વાયુસેનાના એક જનરલે જણાવ્યું હતું કે આ નુકસાન પછી અમેરિકાએ આ ડ્રોનની સંખ્યા ઘટાડીને ૧૩૫ કરી દીધી છે. અગાઉ, આ સંખ્યા ૧૮૯ હતી.
ઈરાની હત્પમલામાં અમેરિકાના સૌથી અધતન ફાઇટર જેટ, પાંચમી પેઢીના એફ–૩૪એને પણ નુકસાન થયું હતું. આ ૯૨ મિલિયન ડોલરના વિમાન પર ૧૯ માર્ચે હત્પમલો કરવામાં આવ્યો હતો. ૨૭૦ મિલિયન ડોલરના ઈ–૩ સેન્ટ્રી સર્વેલન્સ પ્લેનને પણ નુકસાન થયું હોવાનું કહેવાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application