ધ્વજારોહણ, જાન જમણવાર સહિતના ધાર્મિક કાર્યક્રમો
યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશજી અને તેમના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણી માતાજીના ‘રૂક્ષ્મણી વિવાહ મનોરથ'ના અનુસંધાને સોમવારે રૂક્ષ્મણી માતાજીના મંદિરે માતાજીના દૈદિપ્યમાન શૃંગાર મનોરથની સાથે સવારે 11.00 થી 1.00 વાગ્યા સુધી વિશેષ છપ્પનભોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના અલભ્ય શૃંગાર સાથેના છપ્પનભોગ મનોરથના દર્શનનો બહોળી સંખ્યામાં સ્થાનિકો તેમજ બહારગામથી પધારેલ ભાવિકોએ લાભ લીધો હતો.
દ્વારકામાં સોમવારે રાજાધિરાજ દ્વારકાધીશ સંગ રાજરાજેશ્વરી માતા રૂજીમણીજીના 'રૂક્ષ્મણી વિવાહ મહોત્સવ'નો વિધિ-વિધાનપૂર્વક ભકિતમય વાતાવરણમાં પ્રારંભથયો છે. સાંજીના ગીત યોજાયા બાદ ચૈત્ર સુદ દસમને સોમવારે રૂક્ષ્મણી માતાજીના મંદિરે સવારે 9.00 કલાકથી 12.00 સુધી અગીયારી તથા ગ્રહશાંતિ યોજાયા હતા. ત્યારબાદ સવારે 11.00 થી બપોરે 1.00 વાગ્યા સુધી માતાજીના છપ્પનભોગ મનોરથ દર્શન પણ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંજે 7.00 થી 9.00 સુધી દ્વારકાધીશના જગતમંદિરેથી રૂક્ષ્મણી માતાજીનો વરઘોડો નીકળ્યો હતો. જે શહેરના વિવિધ રાજમાર્ગો પરથી ફરીને ભદ્રકાળી ચોક પાસે સમાપન થયું હતું.
આ ઉપરાંત આજે તા.8 એપ્રિલને મંગળવારના રોજ સવારે 7.00 થી 9.00 વાગ્યા સુધી દ્વારકાધીશ જગતમદિરે તથા રૂકિમણીજી મંદિરે ધ્વજારોહણ યોજાશે તેમજ સાંજે 7.00 થી 9.30 સુધી રૂકમિણી વિવાહ વિધિવિધાન અનુસાર રૂકમિણી મંદિરના પટાંગણમાં થશે તેમજ રાત્રે 8.30 ક્લાકથી 10.00 વાગ્યા સુધી મહાપ્રસાદ (જાનનું જમણવાર) ગુગ્ગુળી બ્રાહમણ બ્રહમપુરી નં.1, દ્વારકા ખાતે રાખેલ છે. સમગ્ર રૂક્ષ્મણી વિવાહ ઉત્સવના મુખ્ય યજમાન અમદાવાદના ચિરાગભાઈ પટેલ પરિવાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech