BREAKING NEWS

જર્મનથી પાર્સલ મોક્લ્યાનું કહી જસદણના યુવકની સાથે 6.31 લાખની છેતરપીંડી આચરનાર ત્રણ આફ્રિકન ઝબ્બે

  • August 06, 2026 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝડપાયેલા સાતીરો ગ્રેટર નોઇડામાં બેસી ગૂગલ ટ્રાન્સલેશન અને ચેટ જીટીપી મારફત હિન્દીમાં વાત કરતા: સોશિયલ મીડિયા, બેંક ટ્રાન્ઝેક્શન, આઈપી લોગ્સના આધારે રૂરલ સાઇબર ક્રાઇમને સફળતા મળી: ત્રણેયના પાસપોર્ટ જપ્ત કરી પાંચ દિવસના રિમાન્ડ પર


જસદણના યુવક સાથે સોશિયલ મીડિયામાં પરિચય કેળવી ગુગલ ટ્રાન્સલેટમાં ભાષાતર દ્વારા વાતચિત કર્યા બાદ જર્મનથી તમારા માટે પાર્સલ મોકલ્યું છે તેમાં ૩૦ હજાર યુરો ડોલર, સોનાનો ચેઇન, આઇફોન મોબાઇલ તથા ઘડીયાળ વગેરે છે. કહી યુવકને વિશ્વાસમાં લીધો હતો અને યોજના મુજબ પાર્સલ છોડાવવા યુવકને દિલ્હી એરપોર્ટ કર્મચારી તરીકે ફોન કરી વિશ્વાસ બેસાડી વિવિધ ચાર્જ પેટે ઓનલાઇન કુલ રૂ. ૬,૩૧,૯૦૦ મેળવી લીધા બાદ કોઈ ગિફ્ટ ન મોકલવામાં આવતા યુવકે પાર્સલ વિભાગ દિલ્હીમાં સંપર્ક કરતા પોતાના નામનું કોઈ પાર્સલ આવ્યું ન હોવાનું જણાવતા યુવક સાથે છેતરપીંડી આચરવામાં આવી હતી.

આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં યુવકની ફરિયાદના આધારે આઈટી એકટ સહિત અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુન્હાની તાત્કાલીક તપાસ કરી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવાની અપાયેલ સુચનાથી સાયબર ક્રાઈમ પીઆઈ આર.જે.ગોધમ અને ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન સોશિયલ મીડિયા એકાઉન્ટ, મોબાઇલ નંબર, વોટ્સએપ બેંક ટ્રાન્ઝેક્શન, આઈપી લોગ્સ તથા અન્ય ડિજિટલ પુરાવાઓનું ટેક્નિકલ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન આરોપીઓ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડા ખાતે રહેતા હોવાનું જાણવા મળતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.એન.કામળીયા, એએસઆઇ હિતેષભાઇ ગામી, હેડ કોન્સ્ટેબલ રવિભાઇ ચાવડા, કોન્સ્ટેબલ નયદીપભાઇ વાણીયા, હિનાબેન કોડીયાતર, રવિનાબેન હડીયલએ દિલ્હી ખાતે તપાસમાં હોય તે ટીમને આરોપીઓ બાબતે મળેલ હીકીકત મુજબની સુચના આપી હતી.


જે ટીમ દ્વારા ટેકનિકલ મદદ તથા સ્થાનિક પોલીસના સહયોગથી એક મહીલા સહીંત કુલ ત્રણ વિદેશી આરોપીઓને ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડા ખાતેથી પકડી પાડવામાં આવેલ છે. જે આરોપીઓમાં સાઉથ આફ્રિકાના જોસેફાઇન યા અંસાહ એન્જલ (મૂળ ધાના), મંગેગેલી ઇમાની ડેનિશ (મૂળ તાંઝાનીયા) અને ફિલિપ બટીસ્ટા જોસેફ વેલેન્ટાઈ (મૂળ દક્ષિણ સુદાન)નો સમાવેશ થાય છે. હાલ પોલીસે આરોપીઓ પાસેથી પાસપોર્ટ, મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે કરી ગુનામા સંડોવાયેલા કુલ-૧૫ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામા આવ્યા છે.


પકડાયેલ શખ્સોમાંથી આફ્રિકન યુવતી ભોગ બનનાર યુવક સાથે ટ્રાન્સલેશન અને ગુગલ ચેટ જીટીપી મારફત સ્થાનીક ભાષામાં વાત કરી સાયબર ફ્રોડ આચરતી અને અન્ય બંને શખ્સો એટીએમ મારફત રૂપીયા ઉપાડી લેતાં હતાં. હાલ કુલ રૂ.૭૮ હજાર ફ્રિજ કરી વધું તપાસ અર્થે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરાઈ છે. આ કામગીરી રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન અને સૂચનાથી રાજકોટ ગ્રામ્ય સાઇબર પોલીસની ટિમ દ્વારા કરવામાં આવી હતી.


ફોન પર એરપોર્ટ કર્મી તરીકે ઓળખ આપનાર યુવતીની શોધ

યુવકને દિલ્હી એરપોર્ટ પરથી વાત કરું છું અને તમારું પાર્સલ આવ્યું છે, કહી વાત કરી યુવક પાસેથી પૈસા પડાવ્યા હતા. યુવતી હિન્દીમાં સરખી રીતે વાત કરી શકતી ન હતી આથી તે ગુગલ ટ્રાન્સલેશનના માધ્યમથી હિન્દી ભાષા જોઈ વાત કરતી હોવાનું લાગી રહ્યું છે. આ યુવતિની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application