ઈન્ડોનેશિયન કોલસાના વેપારમાં ઊંચા નફાની લાલચ આપી ટર્નરેસ્ટ રિસોર્સીસ પ્રા.લિ. કંપનીના ડાયરેક્ટર કમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેમજ રાજકોટ નાગરિક બેંકના પૂર્વ ચેરમેન જ્યોતિન્દ્ર મહેતાના જમાઈ જય હર્ષદકુમાર ચોટલીયા (રહે. 111 સ્વાતિ કિમશન એન્ડ ફલોર સીલર સર્કલ થલતેજ, અમદાવાદ) અને તેના બે ભાગીદારો મિતેશ કિરીટભાઈ સંઘવી (રહે. જનતા સોસાયટી-૩, મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે, રાજકોટ) અને મનીષ ગોવિંદભાઈ ડાંગી (રહે. અમરનાથ વિલાસ સાયન્સ સીટી, સર્કલ સોલા ભાડજ ક્રોસ રોડ, અમદાવાદ) સહિત ત્રણેયે મળી રાજકોટના રોકાણકારો સાથે 144 કરોડની ઐતિહાસિક છેતરપિંડી કર્યા અંગે ઇઓડબલ્યુમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી ત્રણ આરોપીઓને સકંજામાં લીધા હોવાનું જાણવા મળ્યું છે.
શહેરમાં બિગ બજાર પાછળ અમરનાથ મંદિર રોડ પર શાહીનગરમાં રહેતા જયેન્દ્રભાઈ મૂળજીભાઈ અકબરી નામના વેપારીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ટર્નરેસ્ટ રિસોર્સીસ પ્રા.લિ. ડાયરેક્ટર જય હર્ષદકુમાર ચોટલીયા તથા નિતેશ કિરીટ કુમાર સંઘવી અને મનીષ ગોવિંદ ડાંગીના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ મિત્ર અરવિંદભાઈ જશવંતભાઈ રામાણી સાથે વેપાર કરતા હતા અરવિંદભાઈ અવધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી નામની પેઢી ધરાવે છે અને તેના સીએ અને આર્થિક સલાહકાર તરીકે જય ચોટલીયા કામકાજ કરતા હતા. વર્ષ 2021 માં અરવિંદભાઈએ તેને કહ્યું હતું કે જય અને તેના બે મિત્રો ટર્નરેસ્ટ નામની કંપની ચલાવે છે આ કંપની ઈન્ડોનેશિયન કોલસા ઈમ્પોર્ટ કરી ભારતમાં વેચે છે તેણે અને તેના પરિવારે કંપનીમાં રોકાણ કર્યું છે કંપની દ્વારા પાંચ વર્ષ બાદ ઊંચુ વળતર આપવામાં આવશે જેથી ફરિયાદી એ પણ રોકાણ કરવાનું નક્કી કરી અરવિંદભાઈ સાથે વર્ષ 2021 માં જયની વિદ્યાકુંજ મેઇન રોડ સનસાઈન આર્કેડમાં આવેલી ઓફિસે મુલાકાત લીધી હતી તે વખતે જય સાથે મિતેશ અને મનીષ પણ હાજર હતા.
ત્રણે આરોપીએ રોકાણ અંગેની સ્કીમો સમજાવી હતી જે સ્કીમો ત્રણ પ્રકારની હતી સાથો સાથ એમ પણ કહ્યું હતું કે જે મિલકતો જામીનગીરી તરીકે બેંકમાં મોર્ગેજ તરીકે લખી આપવાની છે તેની અવેજમાં બેંક પાસેથી તેમની કંપની લોન સીસી લેશે.
લોનની રકમ પાંચ વર્ષ સુધી કોલસાના ધંધામાં ઉપયોગમાં લેશે રોકાણ કરી રકમમાંથી તેમની કંપનીનું ટર્નઓવર આવતા પાંચ વર્ષમાં આશરે 1500 થી 2000 કરોડ થઈ જશે તેમાંથી જે નફો થશે તેમાંથી રોકાણકારોને પાંચ વર્ષ બાદ ઊંચો વળતર અને ડિપોઝિટ તરીકે રાખેલી રકમ પરત ચૂકવવામાં આવશે સાથોસાથ મોર્ગેજ કરેલી મિલકત બેંકમાંથી છોડાવી આપવામાં આવશે.
એટલું જ નહીં જે કહ્યું હતું કે, ડિપોઝીટરોએ પાંચ વર્ષ સુધી પોતાનો નફો કે ડિપોઝિટ રકમ ઉપાડવાની રહેશે નહીં બેંકમાંથી મોર્ગેજ કરેલી મિલકતો છોડવાની રહેશે નહીં કંપનીમાં જમા રાખવાની રહેશે આ તમામ વાતચીત બાદ ફરિયાદીએ વિશ્વાસમાં આવી લોધિકાના વડવાજડી ગામે આવેલી બિનખેતી જમીન મોર્ગેજ કરી હતી ઉપરાંત અન્ય રોકાણકારોએ પણ પોતાની મિલકતો જામીનગીરીમાં આપી દેતા કંપની દ્વારા રૂપિયા 20 કરોડની લોન સીસી મેળવવામાં આવી હતી.
આ જ પ્રકારે તેના નામની વિગતો ઉપરાંત અન્ય રોકાણકારો કેશુભાઈ બોદરના નામે આવેલી મિલકતો 2023 માં જામીનગીરીમાં લઈ કુલ 40 કરોડની લોન સીસી મેળવી હતી તે સિવાય અન્ય રોકાણકારો પણ આરોપીઓની ત્રણ રીત કંપની ઉપરાંત અન્ય ભાગીદારી કંપની મીરેકલ એન્ટરપ્રાઇઝમાં રોકાણ કર્યું હતું. જેમને પણ આજદિન સુધી વળતર ચૂકવ્યું નથી આ રીતે ફરિયાદી તથા અન્ય રોકાણકારો સાથે મળી રૂપિયા 144 કરોડ 19 લાખની છેતરપિંડી કરતા આ મામલે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સીએસસી ત્રણેય આરોપીઓને સકંજામાં લઇ બધું તપાસ હાથ ધરી છે.
આરોપીની કંપનીના એકાઉન્ટને રેડ ફ્લેગ, ફ્રોડ જાહેર કરાયા હતા
ફરિયાદી જયેન્દ્રભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ કાલુપુર કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્ક એચડીએફસી અને ધી કો. ઓપરેટિવ બેન્ક ઓફ રાજકોટમાંથી પોતાની કંપની દ્વારા લીધેલી લોન કેસીસીની રકમ ભરપાઈ કરી ન હતી. બેંકો દ્વારા પોતાની રીતે સીએમ મારફત ફોરેન્સિક ઓડિટ કરાવતા એસબીઆઇએ આરોપીની કંપનીના એકાઉન્ટને રેડ ફલેગ એકાઉન્ટ જાહેર કર્યું હતું. એચડીએફસી બેંકે એકાઉન્ટ ફ્રોડ જાહેર કર્યું હતું.
ક્યાં રોકાણકારોએ નાણાં ગુમાવ્યા?
144 કરોડની આ ઐતિહાસિક છેતરપિંડીમાં ફરિયાદી જયેન્દ્રભાઈ મૂળજીભાઈ અકબરી ઉપરાંત અરવિંદભાઈ જસમતભાઈ રામાણી, કેશુભાઈ હરિભાઈ બોદર ખોડાભાઈ મોહનભાઈ બોઘરા, રસિકભાઈ બોદરે નાણાં ગુમાવ્યા છે.
અલગ અલગ ત્રણ સ્કીમ આપી અબજોની છેતરપિંડી આચરી
આરોપીઓ દ્વારા ફરિયાદી સહિતના રોકાણકારોને ત્રણ સીમ આપવામાં આવી હતી. જેમાં ડિપોઝિટ સ્વરૂપે કંપનીમાં નાણા બેંક મારફતે રોકાણ કરવા ટર્નરેસ્ટ રિસોર્સીસ પ્રા.લી.ના શેર ખરીદીને રોકાણ કરવું અને બેંકની સીસી લોનમાં મિલકત જામીનગીરી તરીકે મોર્ગેજ કરીને કંપનીમાં રોકાણ કરી શકાશે. મિલકત કંપનીમાં જામીનગીરી તરીકે બેંકમાં ગીરવે મૂકીને લખી આપવાની રહેશે અને જામીનગીરીના બદલામાં બેંક પાસેથી કંપની લોન લેશે લોનની આ રકમ પાંચ વર્ષ સુધી કોલસાના વેપારમાં ઉપયોગમાં લેવાશે અને ત્યાં સુધી ગીરવે મૂકેલી મિલકત છોડી શકાશે નહીં કે રોકાણના પૈસાનું વળતર મળશે નહીં તેવી શરત પણ મૂકવામાં આવી હતી.
બોગસ ખાતું ખોલાવ્યું વિદેશોમાં મિલકત વસાવી લીધી
કરોડોની છેતરપિંડી પ્રકરણમાં સાહેદ રસિકભાઈ બોદરની જાણ બહાર તેમની ભાગીદારી પેઢી મિરેકલ એન્ટરપ્રાઇઝનું નકલી થયો તે ખાતું ખોલાવાયું હતું. આ ઉપરાંત પ્રોપ કોર્પોરેટર મેન્ટર પ્રિ નામની શેલ કંપની બનાવી કરોડો રૂપિયા સિંગાપુર ખાતેની સેવન મિડલ્સ પ્રા.લી. કંપનીમાં નાણા હવાલા મારફતે ટ્રાન્સફર કરી અંગત મિલકતો વસાવી લીધી હતી.