BREAKING NEWS

બેકાબૂ થઈ કાર રોડ પરથી નીચે ઉતરી ઝાડ સાથે ધડકાભેર અથડાઈ, 3 લોકોના મોત, એક ઘાયલ, બગસરા નજીક દુર્ઘટના સર્જાઈ

  • December 17, 2025 09:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરામાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. હડાળા-ડેરી પિપળિયા રોડ પર એક કાર બેકાબૂ થઈ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. બાદમાં ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આથી કારની અંદર રહેલા ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. 


ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

મળતી માહિતી મુજબ, બગસરા નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે ચાલતી કાર અચાનક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. ત્યારબાદ તે ઝાડ તેમજ અન્ય વસ્તુઓ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ કારમાં કુલ ચાર લોકો સવાર હતા. આ ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


કારમાં સવાર ચાર લોકો અંદર જ ફસાઈ ગયા

અકસ્માતની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કારને ભારે નુકસાન થયું હોવાથી તેમાં સવાર લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. લાંબી જહેમત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી અને અકસ્માત ક્યાં કારણોસર થયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતથી મૃતકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application