ગોંડલના મોવિયા ગામની સીમમાં વાડીએ ત્રાટકી પરપ્રાંતીય શ્રમિકે મજૂરી કરી ભેગું કરેલ .૭ લાખનું ચાંદી અને રોકડ સહિત .૭.૯૫ લાખની ચોરીના બનાવનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઉકેલી નાખી કોડીનારના ઘાંટવડ ગામની ગેંગને ઝડપી લીધી હતી. મોવીયા ગામના ખેડૂત સુરેશભાઇ હિરપરાની મોવીયા–કંટોલીયા રોડ પર આવેલ વાડીએ રહેતાં ફરીયાદી નનેશભાઇ અબલાભાઈ માવી (રહે. મુળ–બડા ખુટાજા, અલીરાજપુર) એ ગઈ તા.૧૪ ના ગોંડલ તાલુકા પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યુ હતું કે, વાડીના રહેણાક મકાનના તાડા તોડી ચાંદીના દાગીના તથા રોકડા પીયા મળી કુલ કિ..૭.૯૫ લાખનો મુદ્દામાલની ચોરી કરી ગયા હતાં.
બનાવને લઇ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા મીલકત વિધ્ધના અનડીટેકટ ગુન્હા શોધી કાઢવાની આપેલ સુચનાથી એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરીમાં અલગ અલગ ટીમોએ તપાસ શ કરી હતી. દરમિયાન ચોરીના બનાવમાં ઘાટવડીયા ગેંગ સક્રીય હોવાની માહીતીના આધારે ચોરીના બનાવમાં સામેલ ઘાંટવડીયા ગેંગના શખ્સો ગોંડલ ગુંદાળા ચોકડીથી આગળ ખુલ્લા પ્લોટમાં ઝુંપડામાં રહેતા હોવાની માહીતી મળતા જ એલસીબીની ટીમે તે જગ્યાએ તપાસ કરતા ચોરીને અંજામ આપ્યા બાદ શંકાસ્પદ શખસો ત્યાંથી જતા રહેલ હોય જે આરોપીઓની હ્યુમન સોર્સથી મળેલ માહીતીના આધારે ગોંડલ તાલુકાના ભુણાવા ગામના પાટીયા પાસેથી ચાંદિના દાગીના તથા રોકડ રકમ સાથે આરોપીઓને પકડી યુકતી–પ્રયુકતી થી પુછપરછ કરતા ઉપરોકત ઘરફોડ ચોરીના ગુન્હાની કબુલાત આપેલ હતી. પકડાયેલ શખસોમાં લખન વિજય રાઠોડ (ઉ.વ.–૨૩, ચેતન વિજય રાઠોડ (ઉ.વ.૨૦) અને નિશા વિજય રાઠોડ (ઉ.વ.૨૨),( રહે.તમામ, ઘાંટવડ ગામ બસસ્ટેન્ડ પાસે, કોડીનાર) ને પકડી ચાંદીના વાઘ નંગ–૦૨, ચાંદીનો કમર પટ્ટો નંગ–૨, ચાંદીની સાંકળી માળા નંગ–૨, ચાંદીના બાવડામા પહેરવાના જેલા નંગ–૨, ચાંદીની બંગળી નંગ–૮, ચાંદીના ઘુઘરી સાંકળા જોડી –૧, ચાંદીના સાંકળા જોડી–૧, ચાંદીના કાંડાના મઠીયા નંગ–૨, ચાંદીના કડા નંગ–ર મળી કુલ ૪ કિલો ૯૧૫ ગ્રામ ચાંદી .૭.૩૭ લાખ અને રોકડ .૮૦ હજાર મળી કુલ .૮.૧૭ લાખનો મુદામાલ કબ્જે કર્યેા હતો. યારે આ ગુનામાં સંડોવાયેલ પસગં રસીક રાઠોડ (રહે.ભુજ મુળ. રહે.ઘાંટવડ ગામ બસસ્ટેન્ડ પાસે) પોલીસ પકડમાં ન આવતાં તેની શોધખોળ યથાવત રાખી છે.
ઝડપાયેલા શખસોમાં લખન અને નિશા દંપતી છે, યારે ચેતન લખનનો નાનો ભાઈ છે. ઘાટવડ ગેંગનો નાનો ભાઈ શંકર જે ઘાટવડ ગામે રહે છે તેના લ માટે પૈસાની જરિયાત ઊભી થતા તેઓએ ચોરી અંજામ આપ્યો હતો. ચોરી કરી તેઓ પોતાના વતન ઘાંટવડ પહોંચ્યા હતા અને ગયા રવિવારે તેમના ભાઈના ધામધૂમથી લ કરી તેમાં રોકડ પિયા ૨.૮૦ લાખ વાપરી નાખ્યાની પણ કબુલાત આપી હતી