BREAKING NEWS

રાજ્યના ૩૪૩ જ્યુડિશિયલ ઓફિસરોની બદલી

  • May 08, 2026 10:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યની દીવાની અદાલતોમાં આવતીકાલવી વેકેશન શરૂ થઈ રહ્યું છે ત્યારે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા ન્યાયતંત્રમાં વહીવટી પારદર્શિતા લાવવા અને કાર્યક્ષમતા વધારવાના આશયથી ડિસ્ટ્રિક્ટ જજ કેડર, સિનિયર સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કેડરમાં બદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે. જેમાં ડિસ્ટ્રિક્ટ કેડરમાં ૬૫ અને સિનિયર સિવિલ જજ કેડરમાં ૧૨૫ સહિત ૩૪૩ જ્યુડિશિયલ ઓફિસરોની બદલી તેમજ ક્રમાંક ફેરફારનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
દીવાની અદાલતોમાં આવતીકાલ તા. ૯ મેથી તા. ૭ જૂન સુધીનું વેકેશન જાહેર વયું છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટ રજિસ્ટ્રાર
દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં બદલી વનાર જ્યુડિશિયલ ઓફિસરોને તા. ૭ જૂન સુધીમાં ચાર્જ સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે. નોટિફિકેશન મુજબ, ડિસ્ટ્રિકટ 10% કેડરમાં ૬૫ જજીસની બદલીમાં રાજકોટના એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર સીંગ શેર સીંગની બદલી બનાસકાંઠાના પાલનપુર ફેમિલી કોર્ટમાં પ્રિન્સિપાલ જજ તરીકે, રાજકોટ ફેમિલી કોર્ટના જજ ગૌરવ દીપક યાદવને અમદાવાદ સીટી સિવિલ કોર્ટમાં, રાજકોટ એડિશનલ સેશન્સ જજ વી કે ભટ્ટની અમદાવાદ ગ્રામ્યના ધોળકા અને ફેમિલી કોર્ટ જજ હીનાબેન દેસાઈની બદલી અમદાવાદ સીટી સિવિલ કોર્ટમાં ઉપરાંત ગોંડલ સેશન્સ કોર્ટના એવ.એ ત્રિવેદીની બદલી ખેડા જિલ્લાના નડિયાદ ખાતે
કરવામાં આવી છે. ત્યારે અન્યત્રવી રાજકોટમાં મૂકવામાં આવેલા જજીસમાં વડોદરાથી પ્રિયંકા અગ્રવાલ, અમદાવાદ ફેમિલી કોર્ટના પી.જે. ચૌધરી રાજકોટ ફેમિલી કોર્ટમાં બનાસકાંઠાના ડીસાના મહેરીના બાલકૃષ્ણ ડાંગે રાજકોટ ફેમિલી કોર્ટમાં, ગોધરાથી વૈભવ વસંત મોઢેને ધોરાજી ખાતે અને સુરતથી આર. કે. મોઢ તેમજ વાપીથી પુપ્પા શંકરલાલ સૈની બંનેને ગોંડલ સેશન્સ કોર્ટમાં મૂકવામાં આવ્યા છે. આવી જ રીતે સિનિયર સિવીલ જજ અને મેજિસ્ટ્રેટ કેડરમાં કુલ ૧૫૩ ન્યાયાધીશોની બદલી કરવામાં આવી છે, તેમાં રાજકોટના સિનિયર સિવિલ જજ આઈ એમ શેખને સાબરકાંઠા, એ. જે. સંઘવીને ગાંધીનગર, અરુણકુમાર સોનીને મહેસાણા તેમજ ધોરાજીના સુનિલ વાઘને ખેડા ખાતે ઉપરાંત ગોંડલના રણવીર સિંહ રાઠોડ ને બનાસકાંઠામાં મૂકવામાં આવ્યા છે. જેએમએફસી કેડરમાં કુલ ૧૨૫ ન્યાયાધીશોની બદલી કરવામાં આવી છે તેમાં રાજકોટના ઉપલેટા ના ડીવાય પટેલને અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે તેમજ રાજકોટના હેતલબેન ગઢવીને પાટણ જિલ્લાના વારાહી ખાતે મૂકવામાં આવ્યા છે, જ્યારે નવસારી જિલ્લાના વધાઈ ખાતેવી પી. એસ. રોંદલને રાજકોટ મૂકવામાં આવ્યા છે. સિનિયર સિવિલ જજ કેડરમાં રાજકોટ શહેર અને જિલ્લામાંથી અન્યત્ર મૂકવામાં આવેલા જજીસમાં ગોંડલના જજ એમડી પરમારને આણંદ લેબર કોર્ટમાં, રણવીર સિંહ રાઠોડ ને બનાસકાંઠાના દિયોદર, જસદણના કુષ્ણકાંત એન દવેને હિંમતનગર, ધોરાજીના સુનિલ વી વાઘને ખેડા, જ્યારે રાજકોટના એમ એમ. શુકલને પાટણ જિલ્લાના સામી ખાતે પ્રિન્સિપાલ જજ, ઇમ્તિયા ના એમ શેખને સાબરકાંઠાના પ્રાંતિજ, એ આર સોનીને મહેસાણા ખાતે મૂકવામાં આવ્યા છે. જ્યારે અન્યત્રથી રાજકોટ શહેર અને જિલ્લામાં મૂકવામાં આવેલા સિનિયર સિવિલ જજ કેડરના જજીસમાં વડોદરાથી સુનંદા પી દુલેરા, અમદાવાદના અબ્બાસમિયા એમ શેખ,
કવડોદરાના કીર્તન બી રાઠોડ, અમદાવાદના કીર્તિકુમાર બી વાઘેલા, પંચમહાલના મલય વી ચોકસી, સુરતના મનીષાબેન યોગેશ સ્વામી, ગાંધીનગરના પ્રિયા દુઆ વગેરે રાજકોટમાં જ્યારે અમદાવાદના વિપિનકુમાર બંસલને ધોરાજી, અમદાવાદના દેવાંગ સી. રાવલને જસદણ, અમદાવાદના શક્તિસિંહ જી. ચાંયુને ગોંડલ મૂકવામાં આવ્યા છે. ડિસ્ટ્રિકટ જજ કેડર અને સિનિયર સિવિલ જજ જેએમએફસી કેડરમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર વિસ્તારને ખાસ અસર વતી નથી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલા બદલીના આ હુકમો અનુસંધાને જજ્યુડિશિયલ ઓફિસરને તેમના બદલીના સ્થળે એક માસની અંદર જે તે જગ્યાનો ચાર્જ સંભાળી લેવાની સૂચના આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News